Connect Gujarat
ટેકનોલોજી

દુનિયાનાં શક્તિશાળી રોકેટ લોન્ચ સાથે મોકલાઈ સ્પોર્ટ્સ કાર 

દુનિયાનાં શક્તિશાળી રોકેટ લોન્ચ સાથે મોકલાઈ સ્પોર્ટ્સ કાર 
X

દુનિયાનું સૌથી તાકતવર રોકેટ મંગળવારનાં રોજ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. અમેરિકાની કંપની સ્પેસએક્સએ ફાલ્કન હેવી નામના આ રોકેટને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કર્યુ હતુ. આ સ્પેસ સેન્ટર પરથી સૌથી પહેલાં ‘મૂન મિશન’ની પણ શરૂઆત કરાઇ હતી. આ વખતે ખાસ વાત એ છે કે આ રોકેટની સાથે એક સ્પોર્ટ્સ કાર પણ મોકલી છે. ફાલ્કન હેવી રોકેટનું વજન લગભગ 63.8 ટન છે, જે લગભગ બે સ્પેસ શટલના વજનની બરાબર છે.

આ રોકેટમાં 27 મર્લિન એન્જિન લાગેલા છે અને તેની લંબાઇ 230 ફૂટ છે. આ રોકેટને કોઇ 23 માળના બિલ્ડિંગની બરાબર માની શકાય છે. કેલિફોર્નિયાના હાવથોર્ન હેડક્વાર્ટર પરથી લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા કંપનીના કર્મચારીઓએ તેનું સીધું પ્રસારણ જોયું હતુ. ત્યારબાદ કર્મચારીઓ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા. સેંકડો દર્શકોએ સ્પેસ સેન્ટરથી અંદાજે આઠ કિલોમીટર દૂર કોકોઆ બીચની પાસે કેમ્પગ્રાઉન્ડ તૈયાર કર્યુ હતુ.

Next Story