Connect Gujarat
ગુજરાત

દ્વારકામાં બલરામજીના મંદિરમાં શોર્ટ સર્કીટથી આગ, મૂર્તિનો ચમત્કારિક બચાવ

દ્વારકામાં બલરામજીના મંદિરમાં શોર્ટ સર્કીટથી આગ, મૂર્તિનો ચમત્કારિક બચાવ
X

દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં આવેલા ભગવાનના મોટાભાઈ બલરામજીના મંદિરમાં આજે વહેલી સવારે ઈલે.શોર્ટ સર્કીટથી આગ લાગતા ચાંદીના દરવાજા, આભૂષણો, ઈલે.આઈટમો બળીને ખાખ થયા હતા. જો કે બલરામજીની મૂર્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.

મળતી વિગતો મુજર આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ દ્વારકાધીશ જગત મંદિરમાં પરિસરમાં આવેલ ભગવાનના મોટાભાઈ બલરામજીના મંદિરમાં વહેલી સવારે શોર્ટ સર્કીટના કારણે ઓચિંતી આગ લાગી હતી.આગ લાગ્યાની ફરજ પરના સિકયુરીટી જવાનને જાણ થતા તેણે દ્વારકાધીશ મંદિરના પૂજારી, શારદામઠના દંડી સ્વામી અને દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દેવસ્થાન સમિતિને જાણ કરી બાદમા ફાયર સ્ટાફ, પૂજારીઓને પણ જાણ કરી હતી.આગની જાણ થયા બાદ તુરત જ સીકયુરીટી જવાન અને પૂજારીઓ અને ફાયર જવાનોએ ભોગ ભંડારમાંથી પાણીની ડોલ અને ગાગરની મદદથી આગ પર પાણી છાંટી કાબુમાં લીધી હતી. અડધા કલાકમાં આગ કાબુમાં આવી જતા જાનહાની ટળી હતી. આગમાં ચાંદીના દરવાજા, આભૂષણો બળીને ખાખ થયા હતા. જો કે ભગવાન બલરામજીની મુર્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.

બનાવની જાણ થતા શારદાપીઠના દંડી સ્વામી દેવસ્થાન સમિતિના અધિકારીઓ, આર્કોલોજી અધિકારી શાહ, પૂજારીઓ અને પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.રસ્તા ખોદાયેલા હોય અગ્નિશમનનો બંબો પહોંચી ન શકયો દ્વારકાધીશ જગત મંદિર છપ્પન સીડી સ્વર્ગદ્વાર પાસે નગરપાલિકા હસ્તક રસ્તાના આડેધડ ખોદી નાખવામાં આવ્યા હોવાથી અને આગળના મોક્ષ દ્વાર પાસે મંદિર પટાંગણમાં રેલીગ, મંડપ આડા હોવાથી ફાયર બ્રિગેડનો બંબો લઈ જવાનું મુશ્કેલ બન્યું હતું

Next Story