Connect Gujarat
ગુજરાત

ધોરણ 12 સામાન્ય પ્રવાહની ઓકટોબરમાં લેવામાં આવેલ પરીક્ષાનું પરિણામ જાહેર

ધોરણ 12 સામાન્ય પ્રવાહની ઓકટોબરમાં લેવામાં આવેલ પરીક્ષાનું પરિણામ જાહેર
X

ધોરણ - 12 સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓ માટે ઓક્ટોબર માસમાં લેવામાં આવેલ પૂરક પરીક્ષાનું પરિણામ તારીખ 25મી શનિવારે જાહેર કરવામાં આવ્યુ છે.

ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ઓક્ટોબરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 15.58% આવ્યુ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જે માંથી 16,291 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે.

જેમાં વિદ્યાર્થીઓનું 13.77 ટકા અને વિદ્યાર્થિનીઓનું 21.34 ટકા પરિણામ આવ્યુ છે.

Next Story