Connect Gujarat
ગુજરાત

ધો.૧૦-૧૨ના સ્કૂલે ના જતાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડે લીધો આકરો નિર્ણય

ધો.૧૦-૧૨ના સ્કૂલે ના જતાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડે લીધો આકરો નિર્ણય
X

શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ૬૫% કરતા ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકશે નહી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ૬૫% કરતા ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકશે નહી. અત્યાર સુધી ૬૫ ટકાથી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને આપમેળે ખાનગી વિદ્યાર્થીઓ તરીકે તબદીલ કરી દેવાતા હતા. પરંતુ આ નિયમનો ગેરફાયદો ઉઠાવી સ્કૂલો ઊંચા પરિણામ મેળવવા માટે નબળા વિદ્યાર્થીઓને ખાનગી વિદ્યાર્થીઓ તરીકે ગણાવતી હોવાનું બોર્ડના ધ્યાને આવ્યું હતું.

જેથી હવે ઓછી હાજરી વાળા વિદ્યાર્થીઓને ખાનગી તરીકે ગણવામાં નહી આવે. જોકે કોઈ ગંભીર બિમારીના સંજોગોમાં રજા પાડી હશે તો તેવા સંજોગોમાં સ્કૂલોએ એફિડેવિટ કરી બોર્ડ સમક્ષ સાબિતી કરવુ પડશે. બોર્ડની પરીક્ષામા વિદ્યાર્થીને લાયક ગણવા માટે ૮૦ ટકા હાજરી ફરજિયાત છે પરંતુ તેમાં ૧૫ ટકા જેટલી ઓછી હાજરી હોય તો તેવા સંજોગોમાં સ્કૂલ દ્વારા યોગ્ય કારણ સાથે બોર્ડમાં રજૂઆત કરવામાં આવે તો ચેરમેન તેને માન્ય ગણી શકે છે. આ સિવાય વર્ષ-૨૦૧૧માં કરેલા સુધારા પ્રમાણે જે વિદ્યાર્થીઓની હાજરી ૬૫ ટકા કરતા ઓછી થતી હોય તેવા વિદ્યાર્થીઓને ખાનગી વિદ્યાર્થી પરીક્ષા આપવાની છુટ મળતી હતી.

જેના માટે સ્કૂલ દ્વારા એક લેટર લખી આપવામાં આવે તો તેના આધારે વિદ્યાર્થીઓને ખાનગી તરીકે કન્વર્ડ કરી બોર્ડની પરીક્ષા આપવા મળતી હતી. પરંતુ આવા સંજોગોમાં સ્કૂલો નબળા વિદ્યાર્થીઓને ખાનગી વિદ્યાર્થી તરીકે ગણાવી સ્કૂલનું પરિણામ ઊંચુ લાવવાનો કીમિયો અપનાવતી હતી. જેથી હવે બોર્ડે 65 ટકા કરતા ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પર બ્રેક લગાવી દીધી છે. જેથી આગામી માર્ચ-2019ની બોર્ડની પરીક્ષામાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ બેસી શકશે નહી.

Next Story