Connect Gujarat
બ્લોગ

નંબર વન

નંબર વન
X

વોટસએપ પર વિદેશની ધરતી પરથી એક મેસેજ મળ્યો.એને મૃત્યુનો અણસાર આવી ગયો હતો. જે કોઈ એની ખબર કાઢવા આવતું એને પણ એમ લાગતું કે હવે એ બહુ લાંબુ નહિ જીવે. એને માટે પણ જીવવું દુષ્કર બનતુ જતુ હતુ. મહારોગ કેન્સર ઉધઈની જેમ તેના શરીરમાં પ્રસરી ગયો હતો સ્વજનોને એમ લાગતું હતુ કે હવે છુટે તો સારું.

આવી સ્થિતીમાં મારી બહેન એને મળવા ગઈ. એ મળવા ગઈ ત્યારે હું એની સાથે ન હતી. છેક છેલ્લી ઘડી સુધીએ બધાને નામથી ઓળખી શકતો હતો. સગા સંબંધી, પરિવારજનો , મિત્રો, અડોશપડોશીઓની સાથે એને પ્રેમ.સ્વભાવ દયાળુ.

ભિખારી કે જરૂરતમંદને જુવે તો એનો હાથ ગજવામાં જાય. એ જમાનામાં આપણે પરચુરણ આપવા ટેવાયેલા, એ દસ, વીસ ,પચાસ કે સો રૂપિયાની નોટ આપતા સ્હેજ પણ ખચકાય નહિં. મને બરાબર યાદ છે. એકવાર દિવાળીમાં હું મુંબઈમાં હતો. દિવાળીની રાતે એક દોઢ સુધી ફટાકડા ફોડયા, ખાઉધરા ગલીમાં જઈને પાંઉભાજી,ભાંગનો પાપડ, કુલ્ફી ખાધા.

સવારે ચાર વાગે એણે મને ઉઠાડી ને કહ્યું,"ચાલ જલ્દી પરવારીજા,મહાલક્ષ્મી દર્શને જવાનું છે."હું તો આંખો ચોળતો ચોળતો જેમ તેમ કરી પથારી માંથી બેઠો થયો, નિત્યક્રમ પરવારી કફની પાયજામો પહેરીને તૈયાર થયો, તો મને કહે, “તું સી.પી.ટેન્ક સર્કલ પર પાનવાલા પાસે પહોંચ, હું પાન-માવા બંધાવી લઉં પછી ડબલડેકર પકડી આપણે મહાલક્ષ્મી પહોંચીએ” હું પાનવાલા પાસે પહોંચ્યો તો એણે પાન-માવાના પૈસા ઉપરાંત એના ગલ્લામાં રૂપિયા એકસો એક

મુકતા કહ્યુ, “ યે નયે સાલકી પહેલી બોણી” અમે મહાલક્ષ્મી પહોંચ્યા, અધધધ કેટલી મોટી લાઈન. એક લાઈનમાં મીનીમમ દસ જણા. મેં કહ્યું,”ક્યારે નંબર લાગશે “ એ મને કહે, “ જો પેલી જય શ્રી રામ ફુલ, પ્રસાદ, ચુંદડી વાળુ

બોર્ડ દેખાઈ છે, એ રેકડી પાસે પહોંચીએ એટલે સમજી લે કે આપણે સીધા મહાલક્ષ્મીના મંદિરે પહોંચી ગયા".

ખરેખર એણે કહ્યુ એમ જ બન્યું,જેવા રેકડી પાસે પહોંચ્યા કે રેકડીવાળો અમને પાછલા રસ્તે સીધો મહાલક્ષ્મી ના મંદિરે લઈ ગયો રેકડીવાલાને પણ પ્રસાદના પૈસા ઉપરોગ રૂપિયા એકસો એક એણે આપ્યા હતા.એને મન પથ્થર એટલા દેવ અને મિત્રો એવા કે આપણી કલ્પના બહારના. પણ ! એક વાત કહું એમાંથી એનો ઉપયોગ કરનારા ઘણાં કળ્યા,ઉપયોગી બનનાર આંગળીનાં વેઢે ગણી શકાય એટલાં જ! મને લાગે છે હું એની

આત્મકથા લખી રહ્યો છું. કોના નામ લખું “નંબર વન” વાર્તા નું નામ છે એ નંબર વન કોણ? એની તો વાતજ ના આવી. નંબર વન તેની પત્ની છે, હતી અને રહેશે. પત્ની ની મોટી બહેન એને મળવા ગઈ. એણે બરાબર ઓળખી. એ કહે, “તારી બહેન નંબર વન વાઈફ છે. એણે મને અનહદ પ્રેમ કર્યો, સાચવ્યો,સહન કર્યો, મારી દીકરીના બાપ બની તેને ઉછેરી, ભણાવી ગણાવીને અને તેની મરજી મુજબ તેને પરણાવી. પિતા તરીકેની મારી જવાબદારી હું નિભાવી ન શક્યો, કારણકે હું એવા ચક્રવ્યુહમાં ફસાયો હતો કે એમાંથી બહાર નીકળવુ મારા માટે અશક્ય હતુ એને મળેતો કહેજે યુ આર માય નંબર વન વાઈફ.”

Next Story