Connect Gujarat
ગુજરાત

નવસારીમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર

નવસારીમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર
X

નવસારી જીલ્લાનાં વિજલપોર શહેરમાં હવસખોર યુવકે ત્રણ વર્ષીય માસુમ બાળા પર નજર બગાડી હતી, અને શારીરિક અડપલા કર્યા હતા, જે ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે.

નવસારી જિલ્લાનાં વિજલપોરમાં રહેતા હવસખોર ઇસમે માસુમ બાળા સાથે શારીરિક અડપલા કરીને રેલવે ફાટક પાસે છોડીને ભાગી ગયો હતો. બાળકીનાં રુદનનો આવાજ સાંભળીને સ્થાનિકો નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.

જ્યાં તબીબોએ બાળકી સાથે શારીરિક અડપલા થયાનું બહાર આવતા વિજલપોર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે

Next Story