Connect Gujarat
દેશ

નવી 62 જવાહર નવોદય વિદ્યાલય કરવામાં આવશે શરૂ

નવી 62 જવાહર નવોદય વિદ્યાલય કરવામાં આવશે શરૂ
X

કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ છે. આ અંગે માનવ સંશાધન વિકાસ રાજ્યપ્રધાન ઉપેન્દ્ર કુશવાહે એક જાણીતા સમાચાર પત્રને જણાવ્યું હતું કે દેશના 62 જિલ્લાઓમાં આ જ વર્ષે નવા જવાહર નવોદય વિદ્યાલયો ખોલવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં 5, મધ્યપ્રદેશમાં 5, દિલ્હીમાં 7, ઉત્તરપ્રદેશમાં 5 અને ગુજરાતમાં 8 નવા જવાહર નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે. તે સિવાય હરિયાણાના પલવલ અને રાજસ્થાનના પ્રતાપગઢમાં પણ નવા નવોદય વિદ્યાલય શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય કે નવોદય વિદ્યાલયમાં ગામડાઓના ટેલેન્ટેડ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જ્યાં તેમને તેમની આર્થિક સ્થિતીને પરવડે તેટલા ખર્ચમાં ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપવામાં આવે છે.

Next Story