Connect Gujarat
દુનિયા

નાઇજિરિયા: ગેસ ડેપોમાં વિસ્ફોટ થતાં 18નાં મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત

નાઇજિરિયા: ગેસ ડેપોમાં વિસ્ફોટ થતાં 18નાં મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત
X

નજરે જોનાર એક ટેક્સી ડ્રાઇ ડ્રાઈવરનું કહેવું છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે

પશ્ચિમ આફ્રિકા સ્થિત નાઇજિરીયાના નાસારાવા રાજ્યની રાજધાની લાફિયામાં એક પ્રચંડ વિસ્ફોટ થયો છે. સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલી માહિતી મુજબ, વિસ્ફોટોમાં આશરે 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 18 લોકોનાં મોત થયા છે. વિસ્ફોટ સોમવારે મોડી રાત્રે થયો હતો. વિસ્ફોટ વખતે સ્તળ ઉપર હાજર અને નજરે જોનાર એક ટેક્સી ડ્રાઇ ડ્રાઈવરનું કહેવું છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

દુર્ઘટનાનો શિકાર થયેલા લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા રાહત કાર્ય શરૂ કરાયું છે અને મૃતકોના ઓળખની તપાસ હાથ ધરાઇ છે. અહેવાલો અનુસાર, નાઇજિરીયા પોલીસ ફોર્સ અને સંઘીય રોડ સુરક્ષા કોર બંનેએ વિસ્ફોટની પુષ્ટિ કરી હતી, પરંતુ તેમણે હજુ હત્યાઓની સંખ્યા જણાવવાનો ઇનકાર કર્યો છે.

નાઇજિરિયાના અધ્યક્ષ બુકોલા સરકીએ તેમની એક ટ્વીટમાં આ વિસ્ફોટને "ભયાનક" ગણાવ્યો અને તેમણે જણાવ્યું કે તેઓ હુમલામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. સાથે તેમણે વિસ્ફોટમાં મૃત લોકોના પરિવારો માટે પણ પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે ઘણા ગેસ ડીલર નાઇજિરિયન શહેરોમાં મિનિ-ડિપો ચલાવે છે, જેની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે કોઈ મજબૂત રસ્તો કે ઉપાય નથી જોવા મળતા. જેના કારણે સતત વિસ્ફોટ થયા રહેતા હોય છે. આ અગાઉ ગત જાન્યુઆરી મહિનામાં લેગોસ રાજ્યના મગોડોમાં એક વિસ્ફોટ થયો હતો જેમાં 10 લોકો માર્યા ગયા હતા.

Next Story