Connect Gujarat
ગુજરાત

નેત્રંગમાં જુગાર રમતા ૧૭ ઝડપાયા, ૪ ફરાર

નેત્રંગમાં જુગાર રમતા ૧૭ ઝડપાયા, ૪ ફરાર
X

મોબાઈલ નંગ ૧૫, મારૂતિવાન, જુગાર રમવાના સાધનો સહિત ૭૫,૫૪૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો.

નેત્રંગમાં જુગાર રમતા ૧૭ નબીરાઓને ભરૂચ એલસીબીએ પકડી પાડતા ભરૂચ જીલ્લા

પોલીસતંત્ર સહિત સમગ્ર વિસ્તારની પ્રજામાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલ દર્શના નગર સોસાયટીમાં ગતરોજ રાત્રીના સમયે મોટાપાયે જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળતા પોલીસ તંત્ર રેડ કરવા માટે સજ્જ થઇ ગયું હતું. જેમાં ભરૂચ એલસીબી પીએસઆઈ વાય, જી ગઢવીએ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતાં જુગાર રમતા સુરેશ નરપત વસાવા રહે. ખરેઠા તા. નેત્રંગ, અબ્દુલ ખાલીદ અનવરભાઇ શેખ.રહે આરબટેકરા જી.નમૅદા ,મયુદીન હુસેનભાઈ ગોહિલ રહે. કસ્બાવાડ જી.નમૅદા,નરસિંહ માધવ વસાવા રહે.ખાટકીવાડ,રાજપીપળા,હુસેન સિદીખ શેખ રહે. ખાટકીવાડ,રાજપીપળા,મહેબુબ ઇસ્માઇલ દિવાના રહે.જી હોલપાટી,રાજપીપળા,મગબુલ નિવાઝખાન સોલંકી રહે.નવાફળીયા.રાજપીપળા,શબ્બીર કાલ મકરાની રહે.ડેડીયાપાડા,હસન ઇબ્રાહિમ મનસુરી,રહે કસ્બાવાડ જી.નમૅદા,હિમાંશુ ઠાકોર સોની,રહે નેત્રંગ, ચેતન જેઠા વસાવા રહે.નેત્રંગ,દિલીપ શંકર પારગી રહે.નવીનગરી .ડેડીયાપાડા, કિશોર ગજેન્દ્ર તડવી રહે.ડેડીયાપાડા,ગોવિંદ સુરસિંગ વસાવા રહે.નેત્રંગ,નંદુ નરપત વસાવા રહે.વીરપોરગામ જી.નમૅદા, કમલેશ ચીમન માછી.રહે.રાજપીપળા, મહેબુબ યાકુબ ખત્રી રહે.નેત્રંગ કુલ ૧૭ જેટલા નબીરાઓ રંગેહાથ પકડાયા હતા.

જ્યારે ૪ જેટલા નબીરા મજો અબ્દુલ રશીદ પઠાણ રહે.નેત્રંગ,અહમદ પઠાણ,પુરૂ નામ જણાયેલ નથી, મોન્ટું, પુરૂ નામ જણાયેલ નથી, સલીયા,રહે.કસ્બાવાડ જી.નમૅદા રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી ફરાર થઇ ગયા હતા.

જેમાં પોલીસતંત્રને રેડમાં મોબાઈલ નંગ:- ૧૫ જેની કિંમત ૧૦,૦૦૦,આરોપીઓના અંગતઝડપીમાંથી મળેલ રોકડ ૧૪,૯૧૦ રૂપિયા, દાવ ઉપરના રોકડ ૧૬૧૦ રૂપિયા,મારૂતિવાન જેની કિંમત ૫૦,૦૦૦ સહિત કુલ ૭૫,૫૪૦ નો મુદ્દામાલ કબ્જે કયૉ હતો, જ્યારે ૧૭ સહિત ફરાર ચાર ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથધરી હતી.

Next Story