Connect Gujarat
દેશ

નોઈડા: નિર્માણાધિન 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત, 30થી વધુ દબાયા

નોઈડા: નિર્માણાધિન 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત, 30થી વધુ દબાયા
X

ગ્રેટર નોઈડાના શાહબેરી ગામમાં બની ઘટના, એનડીઆરએફ અને આઈટીબીપીની ટીમ સ્થળ ઉપર

ઉત્તર પ્રદેશનાં ગ્રેટર નોઈડા વિસ્તારમાં આવેલા શાહબેરી ગામમાં મંગળવારે રાતે બે બહુમાળીય ઈમારત ધરાશાયી થઈ છે. કાટમાળમાં 30થી વધારે લોકો દબાયા હોવાની આશંકા છે. જ્યારે મોડી રાતે ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બંને ઈમારતો 6 માળની હતી. એક ઈમારતનું કંસ્ટ્રક્શન ચાલતું હતું જ્યારે બીજી ઈમારતમાં અમુક પરિવારો રહેતા હતા. કંસ્ટ્રક્શન થતાં બિલ્ડિંગમાં પણ અમુક મજૂરો તેમના પરિવાર સાથે રહેતા હતા.

ઘટનાને પગલે સ્થાનિક તંત્રમાં દોડધામ મચી હતી. જ્યારે એનડીઆરએફ, આઈટીબીપી અને જિલ્લા પ્રશાસનની ટીમ રાહત- બચાવમાં જોડાઈ છે. દબાયેલા લોકોને શોધવા માટે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. આ વિસ્તારમાં સાંકડી ગલીઓ હોવાના કારણે જેસીબી જેવા વાહનો અંદર ઘુસી શકતા નથી અને તેથી બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. એનડીઆરએફના 90 કર્મચારીઓ અને સ્થાનિક લોકો હાથેથી કાટમાળ હટાવીને નીચે દબાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક ડીએમ બીએન સિંહનાં જણાવ્યા મુજબ કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા માટે 6-12 કલાક જેટલો સમય લાગશે

Next Story