Connect Gujarat
દેશ

નોટબંધી બાદ વેંકટેશ્વર તિરૂપતિ મંદિરમાં 4 કરોડની જૂની નોટોનું ભક્તોએ કર્યુ દાન

નોટબંધી બાદ વેંકટેશ્વર તિરૂપતિ મંદિરમાં 4 કરોડની જૂની નોટોનું ભક્તોએ કર્યુ દાન
X

ભારતીય ચલણ માંથી રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો રદ થયા બાદ પોતાની પાસે રહેલી આવી નોટોને ભક્તોએ ભગવાનના ધામમાં ચઢાવી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આંધ્રપ્રદેશમાં ભગવાન વેંકટેશ્વર તિરૂપતિમાં સ્થાપિત વિશ્વપ્રસિદ્ધ મંદિર માં એક વિચિત્ર પરિસ્થિત સર્જાય છે.કારણ કે બે એક મહિના થી ભક્તો અને શ્રદ્ધાળુઓ દાનપેટીમાં 4 કરોડ રૂપિયાની 500 અને 1000 ની નોટો દાન કરી હતી,અને જાણવા મળ્યુ છે કે નોટબંધીની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર પછી મંદિરની દાનપેટી માં જૂની નોટો નું દાન થયુ છે.

તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનયના કાર્યકર્તા અધિકારી ડી.સંબાશીવે જણાવ્યુ હતુ કે 4 કરોડ થી પણ વધારે જૂની નોટોનું દાન મંદિરમાં ચઢાવવામાં આવ્યુ છે, મંદિર ના કાર્યકર્તા એ સરકાર અને RBI ને પત્ર લખી ને આ બધી ઘટના ની સૂચના આપી હોવાની જાણવા મળ્યુ છે.

Next Story