Connect Gujarat
ગુજરાત

પંચમહાલનાં વેજલપુરમાં ગૌવંશ લઈ જતાં ટેમ્પોનો પીછો કરતાં પોલીસ ઉપર ટોળાનો હુમલો

પંચમહાલનાં વેજલપુરમાં ગૌવંશ લઈ જતાં ટેમ્પોનો પીછો કરતાં પોલીસ ઉપર ટોળાનો હુમલો
X

પોલીસને ટોળાએ ઘેરી લેતાં પીએસઆઈએ હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી

પંચમહાલ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ગૌવંશ ભરીને લઇ જતાં ટેમ્પોનો પોલીસે પીછો કરતા પોલીસકર્મીઓ ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. વેજલપુર નજીક બનલી આ ઘટનામાં ટોળાએ પોલીસને ઘેરી લેતાં પીએસઆઈને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. ટોળાએ પોલીસ વાનમાં તોડફોટ કરી હતી. અને પોલીસ કર્મીને ઈજા પણ પહોંચી હતી.

પંચમહાલ જીલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી કરનારા બેફામ બન્યા છે. ત્યારે પોલીસ દ્વારા વોચ ગોઠવી સતત પ્રેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વેજલપુર પોલીસ મથકમા ઉરજ બજાવતા પોલીસ કર્મી રામસિહં અને સેકન્ડ પીઆઈએ બાતમીને આધારે ઘુસર રોડ ઉપર ઉભા હતા. ત્યારે વાછરડા ભરેલો એક ટેમ્પો આવતાં તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ટેમ્પો પુરપાટ ઝડપે હંકારી રહેમતીયા મસ્જિદ તરફ ભગાવી જતાં તેનો પીછો કર્યો હતો.

મસ્જિદ વિસ્તારમાં એકત્ર થયેલા ટોળાએ પથ્થરો વડે હુમલો કરતાં પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. ટોળાએ પોલીસને ઘેરો કરી લેતા પીએસઆઈ દ્વારા હવામા ફાઈરિંગ કરવામા આવ્યું હતું. આ બનાવની જાણ થતા હાલોલ ડીવાયએસપી સહિતના કાફલાને જાણ થતા ઘટના સ્થળે પહોચી પરિસ્થિતી કાબુમા લીધી હતી. પોલીસે ૧૦ વ્યકિતઓ તેમજ ૧૦૦માણસોનાં ટાળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

Next Story