Connect Gujarat
દેશ

પતંજલિમાં મળશે હવે દૂઘ , પાંચ નવી પ્રોડક્ટ લોન્ચ કરાઈ

પતંજલિમાં મળશે હવે દૂઘ , પાંચ નવી પ્રોડક્ટ લોન્ચ કરાઈ
X

યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિમાં હવે દૂઘ દહીં છાશ અને પનીર પણ મળશે

યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ સતત પોતાની પ્રોડક્ટ્સ વધારી રહી છે ગુરુવારથી પતંજલિ હવે દૂઘ દહીં છાશ અને પનીર ઉઘોગમાં પણ ઝંપલાવી રહી છે.રામદેવ બાબા ગુરુવારે નવી દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં તેની જાહેરાત કરી.

યોગગુરુ રામદેવે પતંજલિન કુલ પાંચ નવી પ્રોડક્ટ લોન્ચ કરી. રામદેવે આ અવસર પર જાહેરાત કરી કે આ વર્ષ દિવાળી સુધીમાં પતંજલિના કપડાંની પ્રોડક્ટ લોન્ચ કરશે,તેમને જણાવ્યું હતું કે કપડામાં જીન્સ શર્ટ પેન્ટ કુર્તા સાડી જૂતા ચપ્પલ પણ મળશે,

લોન્ચ દરમિયાન રામદેવે જણાવ્યું હતું કે બીકાનેર અને શેખાવાટી ક્ષેત્રમાંથી દૂધ મેળવવામાં આવી રહું છે અમે અહીંના ખેડૂતો પાસેથી દૂધ મેળવી રહ્યા છે , તેમણે કહ્યું કે પતંજલિ ગાયનું શુદ્ધ દૂધ 40 રૂપિયા પ્રતિ લિટરે મળશે,શુક્રવારથી જ 4 લાખ લિટર દૂધ બજારમાં ઉપલબ્ધ થશે , તેમણે કહ્યું કે તેનાથી અંદાજે 20 હજાર લોકોને રોજગાર મળશે

Next Story