Connect Gujarat
ગુજરાત

પાદરાના તિથોર ગામની શાળામાં મુકબધિર વિદ્યાર્થીની વર્ગખંડમાં પુરાઈ જતા દોડધામ 

પાદરાના  તિથોર ગામની શાળામાં મુકબધિર વિદ્યાર્થીની વર્ગખંડમાં પુરાઈ જતા દોડધામ 
X

ઘટના નો વિડીયો વાયરલ થતા ઉચ્ચકક્ષાની તપાસ ની માંગ કરતા ગ્રામજનો

વડોદરા જિલ્લા ના પાદરા તાલુકાના છેવાડાના તિથોર ગામની પ્રાથમિક શાળામાં મંગળવાર સાંજે ધોરણ 6 માં અભ્યાસ કરતી મંદબુદ્ધિની વિદ્યાર્થીની કલાસરૂમમાં પુરાઈ ગઈ હતી. જે વર્ગનું તાળુ તોડીને ગ્રામજનો દ્વારા વિદ્યાર્થિનીને બહાર કાઢવામાં આવી હતી. જેનો વિડિઓ વાયરલ થતા તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રા.શિક્ષણ સમિતિના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.અને પંચકેસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

img-20161123-wa0074

તિથોર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી તેમજ કાને નહિ સાંભળતી મંદબુદ્ધિની વિદ્યાર્થીની શાળા છૂટ્યા બાદ ઘરે પહોંચી ન હોવાથી તેની માતાએ સઘન શોધ ખોળ શરુ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો ન મળતા માતાએ શાળાએ તપાસ કરી હતી જ્યાં વિધાર્થીની ક્લાસ રૂમ માં પુરાઈ ગઈ હોવાની જાણ થતા ગ્રામજનો એકત્ર થયા હતા અને વર્ગખંડનું તાળુ તોડીને વિદ્યાર્થિનીને બહાર કાઢી હતી.

આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જેની જાણ થતા તાલુકા વિકાસ અધિકારી તેમજ શિક્ષણ અધિકારીઓ તિથોર ગામની શાળાએ દોડી આવ્યા હતા. આ ઘટના અંગે ગ્રામજનોએ ટી.ડી.ઓ ને ઉગ્ર રજૂઆત કરી હતી અને આ અંગે યોગ્ય કાયદાકીય પગલાં લેવા માટે પણ અનુરોધ કર્યો હતો.

Next Story