Connect Gujarat
ગુજરાત

પાનોલીની પ્રાથમિક શાળામાં ચોરી થી ચકચાર

પાનોલીની પ્રાથમિક શાળામાં ચોરી થી ચકચાર
X

તસ્કરો મધ્યાહન ભોજન કક્ષમાંથી રાંધણ ગેસના સિલેન્ડર સહિત અનાજની ચોરી કરીને ફરાર

અંકલેશ્વર તાલુકાના પાનોલી ખાતેની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના કક્ષ માંથી તસ્કરો ગેસના સિલેન્ડર સહિત અનાજની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

unnamed (7)

પાનોલી પ્રાથમિક શાળા રામનવમી ની રજા માં બંધ હતી, તે દરમિયાન આ તકનો લાભ તસ્કરોએ લીધો હતો.અને શાળાના મધ્યાહન ભોજન કક્ષનું તાળુ તોડીને તેમાંથી 3 નંગ રાંધણ ગેસના સિલેન્ડર,દાળ-ચોખા,તેલ સહિતની સામગ્રી કિંમત રૂપિયા 7000નો મુદ્દામાલ ચોરીને ફરાર થઇ ગયા હતા.

તારીખ 6 એપ્રિલના રોજ શાળા રાબેતા મુજબ ખુલતા ચોરી અંગેની જાણ થઇ હતી,અને આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ દર્જ કરીને તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story