Connect Gujarat
દેશ

પાર્ટી અધ્યક્ષને લઈને રાહુલ ગાંધી રાજીનામું પાછુ લેવાના મુડમાં નથી, કોંગ્રેસમાં કોના માથે ઢોળાશે કળશ

પાર્ટી અધ્યક્ષને લઈને રાહુલ ગાંધી રાજીનામું પાછુ લેવાના મુડમાં નથી, કોંગ્રેસમાં કોના માથે ઢોળાશે કળશ
X

લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યાને એક મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે પરંતુ હજી સુધી કોંગ્રેસમાં ઉભુ થયેલું સંકટ ઓછુ થવાનું નામ નથી લઈ રહ્યું. પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી હજી પણ રાજીનામું આપવાને લઈને મક્કમ છે. સાથે જ તેમણે પાર્ટીને નવા અધ્યક્ષ શોધી લેવાની અપીલ પણ કરી છે. કોંગ્રેસ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે, પાર્ટીના નવા અધ્યક્ષને લઈને નિર્ણય એક સપ્તાહની અંદર થઈ જશે.

આજે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટીમાં જેમ બને તેમ જલદીથી અધ્યક્ષની પસંદગી કરી લેવામાં આવે. હવે તેઓ આ પદ પર નથી. રાહુલ ગાંધીનું કહેવું છે કે, કોંગ્રેસ પાર્ટીએ આજે નહીં પણ એક મહિના પહેલા જ પોતાનો અધ્યક્ષ પસંદ કરી લેવો જોઈતો હતો.તેઓ કોઈ પણ સંજોગોમાં રાજીનામું પાછુ લેવાના મુડમાં નથી. માટે આ પદ પર જેમ બને તેમ જલદીથી કોઈ નવા વ્યક્તિની પસંદગી કરવામાં આવે. હવે હું આ પદ પર નથી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="101673,101674,101675,101676"]

ઉલ્લેખનીય છે કે, આગામી ૨૩ મે એ લોકસભાના પરિણામો સામે અવ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાહુલ ગાંધીનું માનવું છે કે, પાર્ટી અધ્યક્ષની પસંદગી કરવામાં ઘણું મોડું થઈ ગયું છે. પાર્ટીએ જેમ બને તેમ વર્કિંગ કમિટીની બેઠક બોલાવીને આ મામલે નિર્ણય કરી લેવો જોઈએ. સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, તેઓ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયાનો ભાગ પણ નહીં હોય. તેમણે કહ્યું હતું કે, વર્કિંગ કમિટીની બેઠક ક્યારે બોલાવવામાં આવશે તે પણ સમિતિના સભ્યો જ નક્કી કરશે. હું આ બેઠકમાં શામેલ નહીં થાઉ.

લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ નથી ત્યારે આ પદ માટે કોના માથે પસંદગીનો કળશ ઢોળાશે તે જોવાનું રહેશે.

Next Story