Connect Gujarat
ગુજરાત

પાવીજેતપુરના તળાવમાં પડ્યું ૫૦ ફૂટ પહોળું અને ૧૦૦ ફૂટ ઉંચું ગાબડું

પાવીજેતપુરના તળાવમાં પડ્યું ૫૦ ફૂટ પહોળું અને ૧૦૦ ફૂટ ઉંચું ગાબડું
X

છોટાઉદેપુર જિલ્લામાં વર્ષી રહેલો અવિરત વરસાદ હવે તબાહી સર્જી રહ્યો છે. નદી નાળા છલકાયા છે તો કેટલાક તળાવો છલકાતા તળાવોમાં ભંગાણ પણ સર્જાયા છે. આવાજ એક સિંચાઇ વિભાગના તળાવ માં મધ્ય રાત્રી ગાબડું પડયું અને લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.

પાવી જેતપુર તાલુકાના નાનીખાંડી ગામ પાસે સિંચાઇ વિભાગ દ્વારા 59 મિલિયન ક્યુબેક ફીટ સ્ટોરેજ ધરાવતું આ તળાવ વર્ષો પહેલા બનાવવા મા આવ્યું હતું . આ સિઝન મા આ તળાવમા 80 % જેટલો ભરાવો થયો હતો . સિંચાઇ માટે ઉપયોગમાં આવતું આ તળાવ હવે લોકો માટે મુસીબતનું તળાવ બની જવા પામ્યુ છે. 2012 માં આ તળાવમાં ગાબડું પડ્યું હતું. ત્યાર પછી છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ને કોઇ જગ્યાએ થી લિકેજ થવા ના બનાવો સામે આવ્યા હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106480,106481,106482"]

જેની આ વિસ્તાર ના લોકો એ સિંચાઇ વિભાગને વારંવાર ની રજુઆત કરી હતી. પણ બેદરકાર સિંચાઈ વિભાગે લોકો ની વાત પર ધ્યાન ન આપ્યું. ગત મધ્ય રાત્રિએ આ તળાવમાં લગભગ 50 ફૂટ પહોળું અને 100 ફૂટ ઉંચુ ગાબડું પડી ગયું અને પાણી ગામમાં ઘુસી જતા તબાહી ના દ્રષ્યો સર્જાયા હતા. જોકે તંત્ર પણ સજાગ થઇ ઘટના સ્થળ પર પહોચ્યું હતું પણ તેઓ તળાવના પાણીએ લોકોને કેટલા પ્રમાણમાં નુકશાન કર્યું છે તેનો તાગ મેળવી શક્યા નથી.

રાત્રીના સમયે તળાવમાં ગાબડું પડ્યું હોઈ નાની ખાંડી, પાની અને ગડોથ ગામ ના લોકોને કોઈ અંદેશો પણ ન આવ્યો અને ત્રણે ગામમાં પાણી ઘુસી ગયા હતા. તળાવનું પાણી ખેતરોમાં ઘુસી જતા ખેતી ને ભારે નુકશાન થયું છે. તો ગામ ના કેટલાક લોકો અને પશુઓ પણ પાણીમાં તણાયા હતા. કેટલાક લોકો દૂર સુધી તણાયા હતા. પણ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ગામ લોકોના મકાનોને ભારે નુકશાન થવા પામ્યું છે. કેટલાય લોકો બેઘર બન્યા છે. ત્યારે હાથે પગે થયેલા ગામ લોકો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહયા છે .

Next Story