Connect Gujarat
ગુજરાત

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ જાણો કેમ?

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ જાણો કેમ?
X

સમગ્ર રાજ્યમાં મેઘમહેરને પગલે કરાઈ પીએમની ગુજરાત મુલાકાત રદ્દ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 20 જુલાઈનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાને પગલે પીએમનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં પીએમ મોદીના હસ્તે હોસ્પિટલનું ઉદ્દઘાટન થવાનું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં કોન્વોકેશનના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસોથી મેઘરાજા દ.ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યું છે આવામાં પરિસ્થિતિ વણસેલી દેખાઈ રહી છે. આજે પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સૌરાષ્ટ્રની તારાજીની પરિસ્થિતિનું અવલોકન કરવા હૅલિકૉપ્ટરમાં નીકળ્યા હતાં પરંતુ વાતાવરણ ખરાબ હોવાના પગલે કેશોદથી પાછું આવવું પડ્યું હતું. ત્યાર બાદ ફરીથી અન્ય હૅલિકોપ્ટરમાં ગયા હતાં જ્યાં જેતપુરમાં ઇમરજન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું. જેતપુરના બીજ નિગમના મેદાનમાં ઉતારી મુખ્યપ્રધાન વાહન માર્ગે જૂનાગઢ જીલ્લાની રૂબરૂ મુલાકાત લેવા નીકળ્યા હતા.

તો બીજી બાજુ આવતી કાલની ગુજરાત કેબિનેટ બેઠક પણ રદ્દ કરી દેવામાં આવી છે.

Next Story