Connect Gujarat
ગુજરાત

પી પી પાંડે ને ઇન્ચાર્જ ડીજીપી તરીકે પડકારતી અરજીની હાઈકોર્ટ માં સુનાવણી પૂર્ણ

પી પી પાંડે ને ઇન્ચાર્જ ડીજીપી તરીકે પડકારતી અરજીની હાઈકોર્ટ માં સુનાવણી પૂર્ણ
X

ગુજરાત રાજ્ય નાં ઇન્ચાર્જ ડીજીપી તરીકે પી પી પાંડે ને પડકારતી અરજી એક અરજદાર દ્વારા હાઈકોર્ટ માં કરવામાં આવી હતી,જેની સુનાવણી પૂર્ણ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ અરજી સંદર્ભે ની સુનાવણી માં હાઈકોર્ટ દ્વારા તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રાખ્યો છે.ઉલ્લેખનીય છે કે આ કેસમાં અરજદાર તરફ થી પી પી પાંડે ને ઇન્ચાર્જ ડીજીપી તરીકે કામ કરતા રોકવાની માંગણી કરવામાં આવી હતી.અને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેઓની નિમણુક કેટલાક મોટા ગુના ઓ ની તપાસ ને અસર કરી શકે છે.આ મામલે સરકારે સુનાવણી માં ડીજીપી પાંડે નો બચાવ કર્યો હતો.જોકે કેસનો ચુકાદો શું આવે છે તેના પર સૌની નજર રહેશે.

Next Story