Connect Gujarat
દેશ

પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ધરખમ વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ધરખમ વધારો
X

પેટ્રોલના ભાવમાં શનિવારે રાત્રે ધરખમ વધારો થયો હતો, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 77.28 રૂપિયા અને મુંબઈમાં 80.22 રૂપિયા પ્રતિ લીટર થયો છે. શનિવારે ડિજલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો નહોતો. તેલ કંપનીઓએ ડિજલના ભાવ વધાર્યા અને પેટ્રોલની કિંમતો સ્થિર રાખી હતી.

તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડિજલના ભાવ નક્કી કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ અને ડૉલરના મુકાબલે રૂપિયામાં ઉતાર-ચઢાવને જોતા કિંમતો નક્કી કરવામાં આવે છે. નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યાથી લાગૂ થાય છે.

ગુજરાતના મોટા શહેરોમાં પણ પેટ્રોલ અને ડિજલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં છેલ્લા 18 દિવસમાં 1 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જો પેટ્રોલ અને ડિજલના આજના ભાવની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ .75.44 રૂપિયા અને ડિજલ 72.69 રૂપિયા છે. સુરતમાં પેટ્રોલના ભાવ 75.53 રૂપિયા અને ડિજલ 72.79 રૂપિયા, વડોદરામાં પેટ્રોલના ભાવ 76.26 રૂપિયા અને ડિજલ 73.69 રૂપિયા છે. જ્યારે જામનગરમાં પેટ્રોલનો ભાવ 76.41 અને ડિજલ 73.86 રૂપિયા છે.

Next Story