Connect Gujarat
ગુજરાત

પોલીસ લોકરક્ષકની પરીક્ષાના પેપર લીક મામલે BJPનાં 2 કાર્યકરોની ધરપકડ

પોલીસ લોકરક્ષકની પરીક્ષાના પેપર લીક મામલે BJPનાં 2 કાર્યકરોની ધરપકડ
X

પેપર લીક કરવા સંદર્ભે નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે પકડાયા એક વાયરલેસ પીએસઆઈ

રાજ્યમાં રવિવારે યોજાયેલી પોલીસ લોકરક્ષકની પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પેપર લીક થતાં આખી પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. જેના પગલે પરીક્ષા આપવા આવેલા રાજ્યભરનાં યોવાનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરંતું હવે આ સમગ્ર મામલે સત્તા પક્ષ ભાજપનાં જ બે કાર્યકર્તાઓનો હાઝ હોવાનું સામે આવતાં યુવાનોમાં આક્રોશ આસમાને પહોંચ્યો છે. તો બીજી તરફ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અને ધરપકડ કરાયેલા બન્ને ભાજપનાં કાર્યકર્તાઓની પક્ષમાંથી તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.

રવિવારે યોજાયેલી લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થવા મામલે ગાંધીનગર સેક્ટર સાતનાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે આજે સોમવાર સવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરમાં આવી છે. ધરપકડ કરાયેલ આરોપીઓમાં એક વાયરલેસ પીએસઆઈ પી. વી. પટેલની તેમજ અલવલ્લી જિલ્લાના અરજણ વાવ વિસ્તારના મનહર રણછોડભાઈ પટેલ અને બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામના રહેવાસી મુકેશ મૂળજીભાઈ ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી છે.

પેપર લીક કેસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના નામ સામે આવ્યા છે. ધરપકડ કરાયેલ મુકેશ ચૌધરી વડગામ તાલુકા પંચાયતમાં તાલુકા સદસ્ય તરીકે ભાજપનો . તેમજ મનહર પટેલ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તે સામે આ‌વ્યું છે. પેપર લીક કૌભાંડમાં મુકેશ ચૌધરીનું નામ આવતા ભાજપમાંથી મુકેશ ચૌધરીની હકાલપટ્ટી કરી દેવામાં આ‌વી છે.

Next Story