Connect Gujarat
લાઇફસ્ટાઇલ

ફોર્બ્સના સૌથી વધુ કમાણી કરતા સેલીબ્રિટી યાદીમાં શાહરૂખ અને અક્ષય

ફોર્બ્સના સૌથી વધુ કમાણી કરતા સેલીબ્રિટી યાદીમાં શાહરૂખ અને અક્ષય
X

ફોર્બ્સ દ્વારા વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતા 100 સેલીબ્રિટીઓની યાદી જાહેર કરાઇ હતી. જેમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને શાહરૂખ ખાનનો પણ સમાવેશ કરાયો છે. શાહરૂખે આ યાદીમાં 86મું સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે અક્ષય કુમાર 94મા નંબરે પહોંચી ગયા હતા. આ અગાઉ અક્ષય કુમાર આ યાદીમાં 76મા સ્થાને હતા.

આ યાદીમાં પ્રથમ ક્રમે અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ છે. જેની વર્ષ 2016ની આવક 17 કરોડ ડૉલર રહી. જ્યારે બીજું સ્થાન ઇગ્લેન્ડ-આર્યલેન્ડના યુવાનોના બેન્ડ 'વન ડાયરેક્શને' 11 કરોડ ડૉલરની આવક સાથે મેળવ્યું છે.

શાહરૂખની વર્ષ 2016ની આવક ત્રણ કરોડ અને 30 લાખ ડૉલર હતી જ્યારે અક્ષય કુમારની આવક ત્રણ કરોડ અને 15 લાખ ડૉલર રહી.

સૌથી વધુ કમાણી કરવાવાળા સેલીબ્રિટીની યાદીમાં લેખક જેમ્સ પિટરસને ત્રીજું જ્યારે ફુટબોલર ક્રિસ્ટિયાનો ડોનાલ્ડોએ ચોથુ સ્થાન મેળવ્યું હતું. ચીની અભિનેતા જેકી ચેન આ યાદીમાં 21મા સ્થાને છે.

Next Story