Connect Gujarat
દુનિયા

બાંગ્લાદેશની પીએમ શેખ હસીના ચાર દિવસના પ્રવાસ માટે ભારત આવશે

બાંગ્લાદેશની પીએમ શેખ હસીના ચાર દિવસના પ્રવાસ માટે ભારત આવશે
X

બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના ચાર દિવસના પ્રવાસ માટે ભારત આવશે, જેમાં તારીખ 7મી એપ્રિલના રોજ તેઓ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ને મળશે.

શેખ હસીનાની આ મુલાકાત દરમિયાન ભારત અને બાંગ્લાદેશ સિવિલ ન્યુકિલયર એન્જસી વચ્ચે સમજૂતી થશે ,ઢાકા ટ્રીબ્યુન મુજબ, ભારત અને બાંગ્લાદેશ સંરક્ષણ અને વેપાર, અર્થતંત્ર અને કનેક્ટિવિટી સમસ્યાઓ (એમઓયુ) અને સમજૂતી 35 ડીલ પર હસ્તાક્ષર કરી શકે છે.

જેમાં એમઓયુમાં માનવ તસ્કરી અટકાવવા,બ્લુ અર્થતંત્ર અને બંગાળની ખાડી તેમજ હિંદ મહાસાગર સમુદ્ર ને સહયોગ આપવા, ચિત્તાગોંગમાં મોંગલ બંદરોના દરિયાઈ ઉપયોગ માટે, ઇન્ડિયન ઇકોનોમિક ઝોન અને બંગાળની ખાદીનો દરિયાઈ પર રિચાર્જ કરવા માટે પણ વાતચીત થઇ શકે છે.

વિદેશ મંત્રાલય સંયુક્ત સચિવ પ્રિય રંગનાથને મિડિયાને ગુરુવારે જણાવ્યુ હતુ કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે 20 થી વધારે હસ્તાક્ષર થાય તેવી ઉમ્મીદ લગાવી રહિયા છે, અને વધુમાં જણાવ્યુ હતુ કે બંને દેશ જોડવા માટે બસ સર્વિસ અને પશ્ચિમ બંગાલ અને બાંગ્લાદેશ ની વચ્ચે ટ્રેન દોડવાની પણ શરૂઆત કરાશે, અને બાંગ્લાદેશ સરકારે ઢાકા અને બાંગ્લાદેશ અને ભારત માં કોલકાતા ની વચ્ચે નવી પેસેન્જર બસ સેવા દોડવાનો પ્રસ્તાવને મંજુરી આપી છે.

Next Story