Connect Gujarat
લાઇફસ્ટાઇલ

બાળકોની ફિલ્મ 'શોર્ટકટ સફારી' આજે થઇ રિલીઝ

બાળકોની ફિલ્મ શોર્ટકટ સફારી આજે થઇ રિલીઝ
X

અમિતાભ સિંહની એક્સબેક્સ ફિલ્મસ ફિલ્મ 'શોર્ટકટ સફારી' આજે રિલીઝ થઇ છે. ફિલ્મમાં જીમી શેરગીલ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. જ્યારે આશિ રાવલ, શ્રવિલ પટેલ, ઉગમ ખેતાની, સ્તુતિ દ્વિવેદી, હાર્દિલ કનબર અને દેહ ટંડન સપોર્ટીંગ રોલમાં છે. બાળકો માટે બનાવવામાં આવેલી આ ફિલ્મનું નામ પહેલા 'ધ ટ્રીપ' રાખવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં બદલીને 'શોર્ટકટ સફારી' કરાયું હતું.

759193e9-7df2-4594-adfe-cb3940ff8f2a

'શોર્ટકટ સફારી'માં 7 શહેરી બાળકોની વાત કરવામાં આવી છે જે તેમના સ્કુલના પ્રવાસ દરમિયાન ગાઢ જંગલોમાં ફસાઇ જાય છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે મુશ્કેલ સમયમાં ઘર અને પરિવારથી દૂર બાળકોમાં કેવી રીતે અંદરોઅંદર એકબીજા પ્રત્યે માનની લાગણી અને ટીમ સ્પીરીટ જેવા ગુણો વિકસે છે. ફિલ્મમાં શુદ્ધ વાતાવરણ અને સંતુલન વન્યજીવન વિશે પણ વાત કરવામાં આવી છે.

ફિલ્મની વાર્તા અમિતાભ સિંહ અને સ્વાની પારેખે લખી છે. તેમજ ફિલ્મની સિનેમેટોગ્રાફી મ્રિનલ દેસાઇએ કરી છે.

Next Story