Connect Gujarat
દેશ

બિહારઃ છપરા રેલવે સ્ટેશનથી માનવ ખોપરી અને હાજપિંજર સાથે એક શખ્સ ઝડપાયો

બિહારઃ છપરા રેલવે સ્ટેશનથી માનવ ખોપરી અને હાજપિંજર સાથે એક શખ્સ ઝડપાયો
X

ઝડપાયેલા પ્રસાદ નામના શખ્સ પાસેથી ખોપરીઓ, હાડપિંજર, ભૂતાનનું ચલણ સહિત વિવિધ દેશોના ATM કાર્ડ પણ મળ્યા.

બિહારના છપરા રેલવે સ્ટેશન પાસેથી માનવીની 16 જેટલી ખોપરીઓ અને 34 જેટલા હાડપિંજર સાથે એક શખ્સ ઝડપાયો હતો. જેની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ ખોપરીઓ સહિતની તમામ વસ્તુઓ ઉત્તરપ્રદેશના બલિયામાંથી લાવ્યો હોવાનું અને ભૂતાન લઈ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

રેલવે પોલીસના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ તનવીર અહમદે જણાવ્યું હતું કે, પૂર્વ ચમ્પારણ્ય જિલ્લાના સંજય પ્રસાદની આ કેસમાં ધરપકડ કરી છે તેમજ ખોપરીઓ અને હાડપીંજર સહિતની તમામ વસ્તુઓ જપ્ત કરી પ્રસાદની ચમ્પારણ્ય જંકશન પરથી જીઆરપી ટીમે ધરપકડ કરી છે. વધુમાં જણાવ્યા અનુસાર પ્રસાદ પાસેથી 16 જેટલી ખોપરીઓ, 34 હાડપિંજર ભૂતાનનું ચલણ, વિવિધ દેશોના ATM કાર્ડ સહિતની વસ્તુઓ મળી આવી હતી.

Next Story