Connect Gujarat
બ્લોગ

બીજી મા સિનેમા : જમીન હમારા હક હૈ – કાલા

બીજી મા સિનેમા :  જમીન હમારા હક હૈ – કાલા
X

ત્રણ રંગ (બ્લેક) લાલ (રેડ) અને ભૂરો (બ્લ્યૂ) આક્રોશ, ગુસ્સો, અજંપો. તીવ્ર પ્રમાણમાં લાવી શકે કે શામ, દામ, દંડ, ભેદ નીતિ અજમાવ્યા છતાં જનતા સામે ઝુકી જવું પડે એની રૂપેરી પડદે શ્રેષ્ઠ રજૂઆત એટલે ‘કાલા’. રજનીકાંત (કારીકરન ઉર્ફે કાલા), નાના પાટેકર (હરીવદન અભ્યંકર) રાજકારણી, એશ્વરી રાવ (સેલ્વી) કાલાની પત્ની, હુમા કુરેશી (ઝરીના) કાલાની પ્રેમિકા. કાલા ફિલ્મ એટલે જથ્થાબંધ (હોલસેલ). સ્ટંટનો શહેનશાહ કાલા, સ્ટંટમેન દિલીપ સુબ્બારયનને સલામ ! દિગ્દર્શક પા. રન્જીથ. ફિલ્મનું શુટીંગ મુંબઈના ધારાવીમાં ૨૦૧૭માં શરૂ થયું શુટીંગ દરમ્યાન મુંબઈમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. શુટીંગ અટકાવી દેવું પડ્યું. આખી ટીમને ચેન્નાઈ શીફ્ટ કરવામાં આવી અને ધારાવીના લોકેશન જેવા જ સેટ ચેન્નાઈ સ્ટુડિયોમાં ઊભા કરી ફિલ્મ પૂરી થઈ.

આ પણ વાંચો: અભિનેતા સલમાન ખાનની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ

તમિલનાડુના તેરુનેલવલ્લી જિલ્લામાંથી સ્થળાંતર (માઈગ્રેટ) થયેલા તમિલ ધારાવીમાં આવી વસ્યા. આ બધાને તગેડી મૂકી મહારાષ્ટ્ર સરકારની આવાસ યોજના હેઠળ એમની ઝૂંપડપટ્ટીમાં હાઈરાઈડસ્ બિલ્ડીંગ, રમતના મેદાન (ગોલ્ફ, સ્વિમિંગ પુલ) હોસ્પિટલ, સ્કુલ, કોલેજ બનાવવાનો અબજોનો પ્રોજેક્ટ લાવવાનું હરિદાદાનું (નાના પાટેકર) સ્વપ્ન. એને કાલા કેવી રીતે અટકાવે છે અને એમાં એના સંયુક્ત કુટુંબ માંથી કોને ગુમાવે છે એ જોવા કાલા જોવું જ પડે. કાલા કાળી લુન્ગી, કાળુ શર્ટ, ગળામાં કાળા મણકાની માળા, ગોગલ્સ, પગમાં સેન્ડલ, હરિદાદા સફેદ કફની (કફ લીન્ક) ગજવામાં પેન, સફેદ પાયજામાં કોલ્હાપુરી ચંપલ, ગોલ્ડન ફ્રેમના ચશ્મા ગજબની ફિલ્મ છે. ડ્રોન કેમેરાથી ધારાવીના દ્રશ્યો, ટ્રાફિક, ગીચતા જબરી શુટ કરી છે.

રજનીકાંત (કાલા)નો એક સંવાદ : યહાં (ધારાવીમાં) રહને વાલા હર ઈન્સાન કાલા હૈ.

Blog by : Rushi DaveRushi Dave

Next Story