Connect Gujarat
બ્લોગ

બીજી મા સિનેમા : રેડ : શર્ત આપ રખ નહિં શક્તે, લેકિન મુઝે મંજૂર હૈ

બીજી મા સિનેમા : રેડ : શર્ત આપ રખ નહિં શક્તે, લેકિન મુઝે મંજૂર હૈ
X

લખનૌની વાત, મુખ્યમંત્રી, વિત્તમંત્રી અને છેલ્લે પ્રધાનમંત્રી (ઈંદિરા ગાંધીના ડમીનો સાઈડ ફેઈસ) વર્ષ ૧૯૮૧-૮૨ની બધા જ ઈન્કમટેક્ષ ઓફિસર અમય પટનાયક (અજય દેવગન)ની બહાદુરીના શરણે થાય અને ધારાસભ્ય તાઉજી(સૌરભ શુક્લા) ધમપછાડા કરે પણ આખરે સદંતર નિષ્ફળતા સાંપડે. ફિલ્મમાં ૮૫ વર્ષના પુષ્પા જોષીનો અભિનય જે ક્લૂ આપે અને ફિલ્મ ધમાકેદાર બને. ૪૨૦ કરોડનું કાળુનાણું એકઠું કરવામાં ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની આખી ફોજ કામે લાગે. છેલ્લે ધનાધની, રેડ પાડનારી ટીમના મહિલા કર્મચારી સહિત બધા જ સુરક્ષિત રહે.

અભિનેત્રી એલેના ડિસોઝા અર્ધાંગીની તરીકે સફળ. અજય દેવગન (અમય પટનાયક)ના અભિનયમાં નંબર વન. ફિલ્મમાં બે ગીત છે, જે યાદ ન રહે એવા. પ્રેક્ષકોને રીઝવવા મુક્યા હોય એવું લાગે. અમિત ત્રિવેદીનું મ્યુઝીક, અલ્ફાન્ઝ્રો રોયની સિનેમેટ્રોગ્રાફી, એડિટર બોધાદિત્ય બેનરજીને સલામ !

આયકર વિભાગના અધિકારીઓ, એકાઉન્ટન્ટ, રાજકારણી, પોલીસ અને યુવાવર્ગને પસંદ પડે એટલી સરસ, દેશપ્રેમ ઉભરાય એવી “રેડ” ફિલ્મ છે.

રાજ કુમાર ગુપ્તા દિગ્દર્શિત અને રીતેશ શાહ એવી જોરદાર સ્ક્રીપ્ટ લખી અને સંવાદ કે તમે પુશબેક સીટ પર બેઠા હોવા છતાં અંધેલવાનું ભૂલી જાવ, સુપર્બ મુવી.

લખનૌના રહેવાશી પુષ્પા જોષી ઉ.વ. ૮૫એ ધારાસભ્ય (સૌરભ શુક્લા)ની માતાજીનો લાજવાબ અભિનય કર્યો છે. કાળુનાણું અને ભ્રષ્ટાચારના અજગર ભરડાને કેવી રીતે નાથી શકાય રુલ્સ (નિયમો), લો (કાયદો)ને વળગી ફરજ બજાવતા આયકર વિભાગના એક ઓફિસરની અસરકારક ભૂમિકા અજય દેવગન (અમય પટનાયક) નિભાવી છે. સરકારી કર્મચારીઓએ તો જોવી જ રહી જેથી બાષ્પીભવન થઈને ઉડી જતી પ્રામાણિકતા ઠરીઠામ થઈને ફરી ચામડીમાં પ્રવેશે.

Next Story