Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ સિવિલ હોસ્પિટલ કેમ્પસના પાર્કિંગમાં અંધકાર, લોકો મુશ્કેલીમાં મુકાયા

ભરૂચઃ સિવિલ હોસ્પિટલ કેમ્પસના પાર્કિંગમાં અંધકાર, લોકો મુશ્કેલીમાં મુકાયા
X

જિલ્લા સૌથી મોટી હોસ્પિટલમાં રોજીંદા અનેક દર્દીઓ અને તેમના સગા આવતા હોય પાર્કિંગમાં અંધકાર

ભરૂચ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલના વિશાળ પાર્કિંગની સ્ટ્રીટ લાઈટો રાત્રિના અંધકારમાં બંધ રહેતાં સિવિલમાં આવનાર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા તે તરફ ધ્યાન આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

જિલ્લાની સૌથી મોટી ગણાતી અને હંમેશાં વિવાદો માં રહેતી ભરૂચ સિવિલ હોસ્પિટલને જાણે વિવાદો પણ કોઠે પડી ગયા છે. ક્યારેક સફાઈ બાબતે તો ક્યારેક પાર્કિંગ બાબતે. તો વળી ક્યારેક ડોક્ટરોના વર્તન બાબતે ચર્ચામાં રહેતી સરકારી હોસ્પિટલમાં ગત રાત્રિના પાર્કિંગની તથા ટ્રોમાં સેન્ટર અને ઓપીડી સેન્ટરની સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળી હતી. જેના પગલે હોસ્પિટલ ખાતે આવનાર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નોંધનીય બાબતએ છે કે, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સિવિલ સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક પર એક ઇલેક્ટ્રિશયનની નિમૃક કરવા માં આવી છે. છતાં સિવિલ હોસ્પિટલના પાર્કિંગની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા ચર્ચાનો વિસય બન્યો છે. આમ અવાર- નવાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોઈને કોઈ વિવાદ થતો હોવા છતાં સિવિલ સર્જન તથા આર.એમ.ઓ દ્વારા કોઈજ પગલાં લેવામાં આવતા નથી. તેવી પણ લોક મુખે ચર્ચા થવા પામી છે.

Next Story