Connect Gujarat
ગુજરાત

ભરૂચનાં કસક વિસ્તારમાં સર્જાયું આશ્ચર્ય, શિક્ષિત યુવાનોએ ભિક્ષુકો માટે કર્યું આવું કામ

ભરૂચનાં કસક વિસ્તારમાં સર્જાયું આશ્ચર્ય, શિક્ષિત યુવાનોએ ભિક્ષુકો માટે કર્યું આવું કામ
X

રાજકોટ જિલ્લાનાં વેરાવળ-શાપરના જીએજા માનવસેવા ટ્રષ્ટનાં કાર્યકરો દ્વારા ભરૂચ શહેર અને જીલ્લામાં નિરાશ્રિત ભિક્ષુકોને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્થાનાં શિક્ષિત યુવાનોએ ભિક્ષુકેનાં વાળ-દાઢી સાફ કરી તેમને નવડાવીને કપડાં બદલી આપ્યાં હતાં. યુવાનો દ્વારા કરવામાં આવી રહેલા આ કામ જોઈ રસ્તા ઉપરથી પસાર થતાં લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું. યુવાનોએ માનવસેવા કરી લોકોમાં માનવતાની મહેક પ્રસરાવી હતી. જીએજા માનવસેવા ટ્રાષ્ટ દ્વારા આ સેવાયજ્ઞની શરૂઆત શિવરાત્રિનાં દિવસથી કરી હતી. અને વિવિધ શહેરોમાં જઈને 100 દિવસ સુધી આવા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે અસ્થિર મગજ ધરાવતા અને ભિક્ષુક જેવા લાગતા લોકો મજબૂરીમાં કેટલાંક રોજિંદા કાર્યોથી વંચિત રહેતા હોય છે. સંઘર્ષ ભર્યા જીવનમાં કોઈકની મદદ મળી રહે તેવી આશા સમાજના લોકો પાસેથી અપેક્ષાઓ તેઓના હ્રદયમાં રાખતા હોય છે. જે બાબતને પણ નકારી શકાય તેમ નથી. પરંતુ ભરૂચ શહેર અને જીલ્લામાં સેવાભાવિ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી આ પ્રકારની કામગીરીઓ લોકો વચ્ચે અવાર નવાર પ્રસંશાનું કેન્દ્ર બનતી હોય છે. જેમાં રાજકોટ જિલ્લાના વેરાવળની જીએજા માનવસેવા જીવદયાના કાર્યકરોની આ પ્રકારની પહેલ માનવતાની મહેક લોકો વચ્ચે પ્રસરાવી રહી છે. અને અન્ય લોકોને પણ આ માનવ સેવા કરવાની પ્રેરણા આપી રહ્યા છે.

Next Story