Connect Gujarat
ગુજરાત

ભરૂચ ખાતે મહિલા કૃષિ દિવસની કરાઇ ઉજવણી

ભરૂચ ખાતે મહિલા કૃષિ દિવસની કરાઇ ઉજવણી
X

કૃષિલક્ષી અને પશુપાલન વ્યનવસાય અંગે મહિલાઓને માર્ગદર્શન અપાયું.

વર્તમાન સમયમાં વિશ્વમાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રભુત્વત વધતું જોવા મળે છે સરકારી નોકરીઓ હોઇ કે અવકાશ ક્ષેત્રે હોઇ કે ખેતીક્ષેત્રે હોઇ મહિલાઓનું પ્રદાન દિનભર વધતું જાય છે.મહિલાઓ પુરૂષ સમોવડી બને અને ધરમાં - સમાજમાં આર્થિક યોગદાન રહે તેવા ઉમદા હેતુથી રાજય સરકાર દ્વારા તા.૧/૮/૨૦૧૯ થી તા.૧૪/૮/૨૦૧૯ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિવિધ વિભાગો દ્વારા મહિલા સશકિતકરણના કાર્યક્રમો થઇ રહયા છે. જે અંતર્ગત આજ રોજ આત્મા/ પ્રોજેકટ- ભરૂચ, ખેડૂત તાલીમ કેન્દ્રજ, ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત - ભરૂચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ બી-ર (સી) તાલીમ કાર્યક્રમ ધટક હેઠળ ખેડૂત તાલીમ કેન્દ્ર -ભરૂચ ખાતે મહિલા સશક્તિઅકરણ પખાવાડીયા અંતર્ગત મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા કૃષિ દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ તાલુકાના કુલ ૬૩ ખેડૂત બહેનોએ ભાગ લીધો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106528,106529,106530"]

જિલ્લા ખેતીવાડી અધિકારી જે.જી.ભટૃ, નાયબ ખેતી નિયામક (તાલીમ) પી.એસ.રાંક, નાયબ બાગાયત નિયામક જે.એચ.પારેખ, નાયબ પશુપાલન નિયામક દ્વારા વર્મી કંપોસ્ટ્ બેડ તૈયાર કરવાની તથા વાપરવા અંગેનું સચોટ માર્ગદર્શન, પશુપાલક મહિલાઓને પશુઓના સ્વાસ્થમય અને ગુણવત્તાસભર દૂધ ઉત્પાદન કરવાનું માર્ગદર્શન, ફળ અને શાકભાજી પાકોનું મૂલ્યવર્ધન કરી વધારાની આવક કેવી રીતે ઉભી કરી શકાય તે અંગેનું જરૂરી માર્ગદર્શન ઉપસ્થિાત મહિલાઓને આપવામાં આવ્યું હતું. બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના મૂલ્યૂવર્ધન પ્રયોગ દ્વારા ખેડૂત મહિલાઓને સમજ આપવામાં આવી હતી. અધિકારીગણ દ્વારા કૃષિલક્ષી અને પશુપાલન વ્યનવસાય અંગે પોતાના અનુભવોથી મહિલાઓને વાકેફ કરવામાં આવ્યા હતા. કૃષિલક્ષી અને પશુપાલન યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી મહિલાઓને આર્થિક રીતે આત્માનિર્ભર બનવાની હાકલ સાથે વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવાનો મહિલાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.

મહિલા કૃષિ દિવસની ઉજવણીના અવસરે ખેતીવાડી અધિકારી સેજલબેન મુનીયા, તાલીમ અધિકારી (મહિલા) જે.આર.પેશ્વા, બાગાયત અધિકારી એ.એમ.મુલ્લા સહિત ખેતીવાડી ખાતા,બાગાયત, અને આત્મા પ્રોજેકટના અધિકારી- કર્મચારીઓ અને ખેડૂત મહિલાઓ ઉપસ્થિનત રહી હતી. આ કાર્યક્રમના સફળ આયોજન-સંચાલન નાયબ ખેતી નિયામક (તાલીમ) પી.એસ.રાંક અને આત્મા પ્રોજેકટના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

Next Story