Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ખેતરમાંથી રૂપિયા ૩ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ૧ની અટકાયત કરતી નબીપુર પોલીસ

ભરૂચ : ખેતરમાંથી રૂપિયા ૩ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ૧ની અટકાયત કરતી નબીપુર પોલીસ
X

ભરૂચના નબીપુર ખાતે ખેતરમાં છાપો મારી નબીપુર પોલીસે રૂપિયા ૩ લાખ ઉપરાંતનિ મત્તા કબ્જે કરવા સાથે એક આરોપીને ઝડપી પાડી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર નબીપુર પોલીસ મથકનાના PSI એસ.એન.દેસાઇ તથા નબીપુર પોલીસ સ્ટાફ્ના માણસો નબીપુરવિસ્તારમાં પ્રોહીબિશન રેડ માટે નીકળયા હતા. દરમ્યાન PSI જે.જે. પટેલને મળેલ બાતમી આધારે ઝનોર ગામની સીમમાં આવેલ શનાભાઇ કેસુરભાઇ વસાવાના તુવેરના વાવેતરવાળા ખેતરમાં પ્રોહી રેડ કરતા પરપ્રાંતીય અને પ્રતિબંધીત ભારતીય બનાવટનો "8PM" ના ઇગ્લીશ દારૂના ૧૮૦ મીલી.ના પાઉચના શીલબંધ બોક્ષ નંગ ૬૪ જેમા ભરેલ કુલ પાઉચ નંગ ૩૦૭૨/- જેની કુલ કિંમત 3,0૭,૨00/-ની મળી આવેલ તથા આરોપી સંજ્યભાઇ અરવિંદભાઇ વસાવા નાનો એક મેસ્ટ્રોમો.સાયકલ નં. જીજે-૧૬-બી.એફ.-૧૯૩૦ની સાથે પકડી પાડ્યો હતો.

નબીપુર પોલીસે આરોપીને મળી આવેલ દારૂના જથ્થા બાબતે પુછપરછ કરતા ઝનોર ગામનો વિજયભાઇ શનાભાઇ વસાવાએ આ દારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંન્ને આરોપીઓ વિરૂઘ્ધ નબીપુર પો.સ્ટે.માં કાયદેસર થવા ફરિયાદ દાખલ કરાવેલ છે. જેની આગળની વઘુ તપાસ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એસ.એન.દેસાઇ કરી રહ્યા છે.

Next Story