Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ગેબિયન વોલ ઉપર વિપક્ષે લગાવ્યું “શહીદ સ્મારક”નું બેનર

ભરૂચ : ગેબિયન વોલ ઉપર વિપક્ષે લગાવ્યું “શહીદ સ્મારક”નું બેનર
X

છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ શહેરમાં શહીદ સ્મારકનઈ જગ્યા ફાળવવામાં પાલિકા તંત્ર દ્વારા ઉઠા ભણાવતા તા.૧૮મીની સામાન્ય સભામાં વિપક્ષે “શહીદ સ્મારક”નું બેનર બતાવી ઉગ્ર વિરોધ ઉઠાવ્યો હતો.

વિપક્ષે ગેબિયન વોલની જમીન પર શહીદ સ્મારક બનાવવાની માંગ ઉઠાવી પાલિકાના સભ્યોને શહીદ સ્મારકનું તે જ્ગ્યાએ લગાવવા આવાહન કર્યું હતું.જો કે શહીદ સ્મારક માટે શાસક પક્ષના સભ્યો એ સહકારના આપતા આખરે વિપક્ષના પ્રમુખ શમસાદઅલી સૌયદ,સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા અને સલીમ અમદાવાદી સહીતના આગેવાનોએ સોનેરી મહેલ જવાના રોડ ઉપર સ્થીત ગેબીયન વોલ પર જઈ ત્યાં શહીદ સ્મારક બનાવવા માટે બેનર લગાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિપક્ષે છેલ્લા ધણા સમયથી લટકાવી રાખેલ મુદ્દે આજે એક સાહસિક કાર્ય શહીદો માટે કરેલ છે. સત્તા પક્ષના નેતા આર.વી.પટેલ તથા બીજા સભ્યોએ કલેકટર મંજુરી આપેતો એમને પણ વાંધો નથી તેવી વાત કરી હતી. તો હવે જોવું રહ્યું. કે ભરૂચ નગરપાલિકા જનભાગીદારીથી થી ત્યાં શહીદ સ્મારક બનાવશે.

Next Story