Connect Gujarat
ગુજરાત

ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ શાળા ખાતે પરિક્ષાર્થીઓને કુમકુમ તીલક અને ચોકલેટ આપી કરાયું સ્વાગત

ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ શાળા ખાતે પરિક્ષાર્થીઓને કુમકુમ તીલક અને ચોકલેટ આપી કરાયું સ્વાગત
X

પરિક્ષાર્થીઓ શાંતિપુર્વક પરિક્ષા આપી શકે તે માટે કરાઇ તમામ વ્યવસ્થા.

આજથી શરૂ થતી ધો.૧૦ અને ધો.૧૨ની પરિક્ષામાં ભરૂચ જિલ્લામાં ૪૨,૫૮૭ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે જેમાં એસએસસીમાં ૨૮,૩૪૭ અને એચએસસીમાં ૧૪,૨૪૦ વિદ્યાર્થીઓ નોંધાયાં છે.

ત્યારે આજથી પરીક્ષાનો આરંભ થતા ભરૂચ કલેકટરે વિદ્યાર્થીઓને ગુલાબ આપી બેસ્ટ ઓફ લક કહ્યું હતું. તો ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં સંચાલકો દ્વારા વિદ્યાર્થિઓ શાંતિપુર્ણ માહોલમાં પરિક્ષા આપી શકે તે હેતુસર તમામ કાળજી રાખી અને પરિક્ષા આપવા અવનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને ચોકલેત દ્વારા મોઢુ મીઠ્ઠું કરાવી આવકાર્યા હતા.

Next Story