Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લાને રાજ્યના આદિવાસી વિસ્તારને અર્પણ કરનાર ડો.અનિલભાઈ દેસાઈનું નિધન

ભરૂચ જિલ્લાને રાજ્યના આદિવાસી વિસ્તારને અર્પણ કરનાર ડો.અનિલભાઈ દેસાઈનું નિધન
X

ઝગડીયા સેવારૂરલ હોસ્પિટલના સ્થાપક અને કસ્તુરબા પ્રસુતિ ગૃહ અને ત્યાર બાદ સેવારૂરલ ના બીજને રોપી આજે તેને ઘટાદાર વટવૃક્ષ બનાવી ઝગડીયા તાલુકાને, ભરૂચ જિલ્લાને, રાજ્યના આદિવાસી વિસ્તારને અર્પણ કરનાર ડો.અનિલભાઈ દેસાઈ આજે રહ્યા નથી, મંગળવાર ના રોજ મોડી રાત્રે તેમના નિવાસ્થાન ઝગડીયા ખાતે તેમનું અવસાન થયું છે, સેવારૂરલ સંસ્થાએ તેની સેવાનો વિસ્તાર જે વધાર્યો છે એમાં એક પણ એવું નહિ હોઈ જે ડો.અનિલ દેસાઈ અને તેમના પત્ની ડો.લતાબેન દેસાઈને વ્યકતિગત રીતે ઓળખતું નહિ હોઈ.

છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી તેઓ ગરીબ, આદિવાસી લોકોની સેવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા, સેવારૂરલ આજે વિવિધ ક્ષેત્રે આરોગ્ય, શિક્ષણ, રોજગારી ઉપરાંત વિવિધ ક્ષેત્રે જે સેવાનું કામ કરી રહી છે તેમાં ડો.અનિલભાઈ દેસાઈનું માર્ગદર્શન યોગ્ય સ્થાને છે.

આદિવાસી વિસ્તારોમાં ગરીબો માટે અદ્યતન તબીબી સારવાર માટે સાચા સેવા ભાવથી કાર્ય કરનાર અનિલભાઈની વિદાયથી સમગ્ર સેવારૂરલ પરિવાર શોકમગ્ન બન્યું છે, ૧૯૮૮ ના સમય પહેલા અમેરિકામાં પ્રેક્ટિસ કરતા ડો.અનિલભાઈ આદિવાસી ગરીબ કચડાયેલા લોકોની સેવા કરવાના તેમના મન માં ઉભરેલા તોફાનરૂપી લક્ષને સેવારૂરલ જેવી સંસ્થા આપી વતનનું રૂણ અદા કર્યું છે, આજે સવારે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે સેવારૂરલ હોસ્પિટલના મંદિર સંકુલમાં રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ તેમની અંતિમયાત્રા સેવારૂરલથી નીકળી ઝગડીયા મઢીના નર્મદા કિનારે પહોંચી હતી જ્યાં તેમના દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જીવનના છેલ્લા પળ સુધી સેવારૂરલ માં પોતાની સેવા આપનાર ડો.અનિલભાઈ સદા લોકોના દિલમાં હૃદયસ્થ રહેશે.

Next Story