Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા પંચાયતની દેવલા બેઠક પર કોંગ્રેસનો વિજય

ભરૂચ જિલ્લા પંચાયતની દેવલા બેઠક પર કોંગ્રેસનો વિજય
X

ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં જિલ્લા પંચાયતની દેવલા બેઠક પર કોંગ્રેસનાં મહિલા ઉમેદવારનો વિજય થયો હતો,કોંગ્રેસે આ બેઠક પર પોતાની જીતની મહોર મારીને વિજયકૂચ યથાવત રાખી છે.

ભરૂચ જિલ્લા પંચાયતની જંબુસર તાલુકાની દેવલા બેઠકની પેટા ચૂંટણી 21મી ફેબ્રુઆરીનાં રોજ યોજાઈ હતી,આ બેઠક પર કોંગ્રેસ માંથી વિલાસબેન પ્રવીણભાઈ પઢીયાર અને ભાજપ માંથી લક્ષ્મીબેન રમેશભાઈ ગોહીલે ઉમેદવારી નોંધાવી હતી.

જિલ્લા પંચાયતની દેવલા બેઠકની ચૂંટણીમાં કુલ 10,428નું મતદાન થયુ હતુ,અને તારીખ 23મી શુક્રવારે જંબુસર પ્રાંત કચેરી ખાતે મતગણતરી કરવામાં આવી હતી.જેમાં ભાજપનાં ઉમેદવાર લક્ષ્મીબેન ગોહીલને 3981 મત જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર વિલાસબેન પઢીયારને 6157 મતો મળ્યા હતા,અને વિલાસબેનનો 2166 મતોથી વિજય થયો હતો,ચૂંટણી દરમિયાન 290 મતો નોટામાં પડયા હતા.

કોંગ્રેસનાં ઉમેદવાર વિલાસબેન પ્રવીણભાઈ પઢીયારનો વિજય થતા ઉત્સવમય માહોલ છવાય ગયો હતો.

Next Story