Connect Gujarat
ગુજરાત

ભરૂચ: બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને પાંચ દિવસમાં મળી બીજી સફળતા

ભરૂચ: બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને પાંચ  દિવસમાં મળી બીજી સફળતા
X

દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા

બોડી બિલ્ડીંગની ક્ષેત્રમાં આગળ વધતી ભરૂચની એક માત્ર યુવતીને પાંચ દિવસના ગાળમાં બીજી મોટી સફળતા મળી છે. થોડા દિવસ પહેલા ગુજરાત કક્ષાની સ્પર્ધામાં પીનલ પરમારે બીજો નંબર મેળવ્યો હતો. માત્ર પાંચ દિવસના ટુંકા ગાળામાં તેણે બીજી મોટી સિધ્ધી હસ્તગત કરી છે. વાપી ખાતે યોજાયેલી દક્ષિણ ગુજરાતની ચેમ્પીયનશીપમાં પીનલ પરમારે પહેલો ક્રમાંક મેળવ્યો છે. આખા ગુજરાતમાં બીજો અને સાઉથ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી તેણે ભરૂચ

તા. ૨૭ જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોશીએશન ગુજરાત દ્વારા મેન ફીજીક/ વુમન ફીજીક ચેમ્પીયનશીપનું આયોજન થયુ હતું. જેમાં સૌ પ્રથમવાર ભરૂચની પીનલ પરમારે બાજી મારી હતી. ત્યારબાદ ગત રવિવારે વાપીના વીઆઈ હોલ ખાતે હર્ક્યુલસ જીમના માલિક અને સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડના જનરલ સેક્રેટરી અસ્ફાક રાણા દ્વારા દ્વારા સેકન્ડ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે એફ.સી.જી કંપનીના ડિરેક્ટર દિલીપભાઈ પટેલ ,નવીનભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, ચેતનભાઈ પાથરે, પ્રકાશભાઈ ભદ્રા, સતીષભાઈ પટેલ ખાસ ઉપસ્થીત રહ્યા હતા.

સમાજમાં વ્યસનમુક્તિ અને ફિટનેશ માટે જાગૃતિ વધે તે હેતુ માટે યોજાયેલી આ સ્પર્ધામાં પીનલ પરમારે પણ ભાગ લીધો હતો. મહિલા કેટગરીમાં પીનલ પરમારે પ્રથમ ક્રમાંક મેળવી પાંચ દિવસમાં બીજી વાર પોતાનો કમાલ દેખાડ્યો હતો. ભરૂચ અને હવે આખા ગુજરાતમાં યુવતીઓ માટે બોડી બિલ્ડીંગના ક્ષેત્રમાં પ્રેરણારૂપ બનનાર પીનલ પરમારને આયોજકો અને અન્ય સ્પર્ધકોએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત પીનલે આવી સ્પર્ધાઓનું આયોજન કરી નવા લોકોને પ્રોત્સાહબન અને પ્લેટફોર્મ પુરુ પાડનાર હરર્ક્યુલસ જિમના અસ્ફાક રાણાને અભિનંદન પાઠવ્યા હતાં. અસ્ફાક રાણા પણ પોતે બોડિબિલ્ડિગ ચેમ્પીયનશીપમાં માસ્ટર મિસ્ટર ઇન્ડિયા રનર્સ અપ અને પાંચ વર્ષ મિસ્ટર ગુજરાત રહ્યા છે.

કનેકટ ગુજરાત સાથેની વિષેશ મુલાકાતમાં પિનલ પરમારે જણાવ્યું કે પહેલાં તો હં મારા માતા પિતાનો આભાર માનું છું કે, જેમણે મારા ઉપર વિશ્વાશ મુકી મને બહાર નોકરી તેમજ આ ફિલ્ડમાં જવા પ્રોત્સાહિત કરી છે. વધુમાં તેણે જણાવ્યું કે તે સવારના ૪ વાગ્યાથી ઉઠી અને ઘરના તમામ કામ જેવા કે, કચરા, પોતું, કપડા, વાસણ, રસોઇ જાતે બનાવી નોકરી કરવા સાથે બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં અથાગ મહેનત કરે છે, એટલું જ નહીં પણ દરેક યુવાન છોકરીઓને ગમે તે તકલીફ હોય પોતાના ધ્યેયને વળગી ગોલ એચીવ કરવા જો મહેનત કરે તો કશું જ અશક્ય નથી તેમ જણાવવા સાથે વાલીઓને પણ પોતાની દિકરીઓને પ્રોત્સાહન આપી બહાર ભણવા કે જોબ ઉપર જવા દઈ તેની જિંદગી જીવવા દેવા અનુરોધ પણ કર્યો હતો.મુલાકાત દરમિયાન પિનલ પરમારે આગામી દિવસોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ નેશનલ લેવલે કરી ગુજરાતનું નામ રોશન કરવાની મહેચ્છા પણ દર્શાવી હતી.

Next Story