Connect Gujarat
ગુજરાત

ભરૂચ લીમડી ચોક વિસ્તારમાં ૩ દારૂડીયા દ્વારા બે મહિલાઓ ઉપર ઘાતક હુમલો

ભરૂચ લીમડી ચોક વિસ્તારમાં ૩ દારૂડીયા દ્વારા બે મહિલાઓ ઉપર ઘાતક હુમલો
X

ભરૂચના લીમડી ચોક નવી વસાહત વિસ્તારમાં ઘરમાં બેઠેલ માતા-પુત્રી ઉપર અચાનક દારૂના નશામાં ચુર ઇસમો દ્વારા ઘરમાં ધૂસી ઘાતક હૂમલો કરતા ઘાયલ માતા-પુત્રીને સારવાર અર્થે ખસેડાયા હતા.

ભરૂચ લીમડી ચોક નવીવસાહતમાં રહેતા આશા મનીશ પરમાર તથા તેમની માતા ભારતીબેન પોતાના ઘરમાં બેઠેલા હતા. ત્યારે તેમનાં જ ફળીયા રહેતા,અનિલ સોલંકી ,નિરલ સોલંકી તથા દિનેશ સોલંકી દારૂના નશામાં ચુર બની તેમના ઘરમાં અચાનક ઘુસી આવ્યા હતા અને કોઇ લડાઇ ઝઘડો ના હોવા છતાં અચાનક જ માતા,પુત્રીને માથાના ભાગે પંચ અને હાથ પર બ્લેડ મારી ઇજાઓ પોહચડી હતી.જેમને તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઉલખેનિય છે કે આ સમગ્ર ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story