Connect Gujarat
ગુજરાત

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ મેચમાં નંબર વન બનતા ઉજવણી

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ મેચમાં નંબર વન બનતા ઉજવણી
X

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનનું બિરુદ મેળવતા રાજકોટ તેઓના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાય ગયો હતો.

રાજકોટના જાણીતા ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બનતા તેઓની જડુસ હોટલમાં ખાસ સેલિબ્રેશન રાખ્યુ હતુ અને રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા સહિત કેક કાપીને ઉજવણી કરી હતી. આ તકે રવિન્દ્રની આ સિદ્ધિને વધાવી હર હંમેશ રાજકોટ ગુજરાત અને ઇન્ડિયા ટીમનું જડ્ડુ ગૌરવ વધારે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.

Next Story