Connect Gujarat
ગુજરાત

ભારત પાકિસ્તાન વચ્ચે થનારી મેચનો કોંગ્રેસે કર્યો વિરોધ

ભારત પાકિસ્તાન વચ્ચે થનારી મેચનો કોંગ્રેસે કર્યો વિરોધ
X

આવતીકાલે ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવા જઈ રહી છે. જેને લઈને આજે રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા જીલ્લા પંચાયત ચોક ખાતે પાકિસ્તાનના ધવ્જ ના પોસ્ટરો સળગાવી વિરોધ કર્યો હતો. કોંગી કાર્યકરોએ ભાજપ સરકાર અને પાકિસ્તાન વિરોધી નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો. સાથેજ જો ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમશે તો આવનારા દિવસોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી .

" બેટથી નહિ બંદુકથી લડો પાકિસ્તાનને સીધુ કરો "

કોંગ્રેસના કાર્યકર્તાઓ જિલ્લા પંચાયત ચોકમાં જુદા જુદા સુત્ર લખેલા પોસ્ટર લઈને વિરોધ કરવા એકઠા થયા હતા. ત્યારે કટેલાંક પોસ્ટર્સમાં બેટથી નહી બંદુકથી લડો પાકિસ્તાનને સીધુ કરો જેવા સુત્રો લખવામાં આવ્યા હતા. તો કેટલાંકમાં મેચ સહિતના સંબંધો કાપો પાકિસ્તાનને જવાબ આપો જેવા અનેક સુત્રો સાથે ના પોસ્ટરો સાથે વિરોધ પ્રદશન કર્યો હતો,

Next Story