Connect Gujarat
દુનિયા

ભારત શ્રીલંકા વચ્ચે ઈન્દોરમાં T - 20નો પ્રતિષ્ઠા ભર્યો જંગ રમાશે

ભારત શ્રીલંકા વચ્ચે  ઈન્દોરમાં T - 20નો પ્રતિષ્ઠા ભર્યો જંગ રમાશે
X

પ્રથમ T - 20માં આસાન વિજય મેળવ્યા બાદ ભારત શ્રીલંકા સામેની શ્રેણીની બીજી T - 20માં શ્રેણી જીતવાના નિર્ધાર સાથે મેદાન પર ઉતરશે. ભારતે લોકેશ રાહુલ, ધોની તેમજ પાંડેની આક્રમક બેટીંગ બાદ યુવા બોલરોને સહારે પ્રથમ T - 20માં શ્રીલંકાને શરમજનક પરાજય આપ્યો હતો.

ભારત હવે બીજી T - 20 જીતીને શ્રેણીમાં 2 - 0થી આજે સરસાઈ મેળવવા માટે ઉત્સુક બન્યુ છે. જ્યારે શ્રીલંકા પર વધુ એક શ્રેણીની હારનું દબાણ સર્જાયું છે. ઈન્દોરમાં સાંજે 7 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

Next Story