Connect Gujarat
દુનિયા

મૂસો જાતિમાં લગ્નની પરંપરા નથી, સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રેમનો જ મહિમા !

મૂસો જાતિમાં લગ્નની પરંપરા નથી, સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રેમનો જ મહિમા !
X

પ્રેમસંબંધથી બાળક જન્મ તો મહિલાની જવાબદારી, વિશ્વની છેલ્લા માતૃસત્તાત્મક વ્યવસ્થા ચીનમાં છે.

વિશ્વમાં લગ્નની અલગ-અલગ પરંપરા છે. પરંતુ ચીનમાં એક એવું સ્થળ છે, જ્યાં લગ્ન નામની પરંપરા જ નથી. તમે એવા પ્રદેશની કલ્પના કરી શકો છો કે જ્યાં કોઈ પણ વ્યક્તિએ લગ્ન કર્યો હોય નહીં ? દક્ષિણ-પશ્ચિમ ચીનની મૂસો જનજાતિમાં એક એવી પરંપરા છે, અહીંયા લોકો લગ્નબંધનમાં બંધાયા સિવાય જ પોતાના પાર્ટનર સાથે રહી શકે છે. એમની પરંપરા અન્યોથી બિલકુલ જુદી છે.

અહીંયા એક રીવાજ ચોકવનારો છે કે બાળકોના પિતા એમની સાથે નહીં પણ અલગ રહે છે. તેમજ બાળકોના ભરણ-પોષણની જવાબદારી પિતાની નહીં પણ માતા અને એના ઘરવાળાની હોય છે. જે દુનિયાનો છેલ્લો માતૃસત્તાત્મક વ્યવસ્થા ધરાવનાર સમાજ છે, જ્યાં સ્ત્રીઓ જ સર્વોપરી છે.

આ વ્યવસ્થાને ‘વોકિંગ મેરિજ’નું નામ આપવામાં આવ્યું છે, જ્યાં પુરુષ-મહિલા એક સાથે રહેતો નથી, પરંતુ સાથે રાત-ગુજારો કરી શકે છે. પરંપરા અનુસાર, ભલે ગમે તેટલા લાંબા સમયનો સંબંધ હોય, પણ સ્ત્રી-પુરુષ એક સાથે રહી શકતા નથી. અહીંયા સ્ત્રી એક કરતા વધુ પાર્ટનર પસંદ કરવા માટે સ્વતંત્ર છે.

૧૩ વર્ષની ઉંમરે જ છોકરીને પોતાના સમુદાયના કોઈ પણ પુરુષ સાથે પ્રેમ કરવાનો અધિકાર મળી જાય છે. પુરુષ દિવસભર ફિશિંગ અને શિકાર કરવા સહિતના કામ કરે છે અને રાત્રે છોકરીના ઘરે જાય છે, જયાં બંને સહશયન કરે છે.

આ સમાજમાં છોકરી ઉંમરલાયક થતાં જ એને અલગ બેડરુમ અપાય છે અને એ પોતાના પાર્ટનરને રાત ગુજારવા ઘરે બોલાવી શકે છે. આ સંબંધમાં જો બાળક પેદા થાય તો એની જવાબદારી માતાની હોય છે. બાળકના ભરણ-પોષણમાં પિતાની કોઈ જ મદદ મળતી નથી.

મહિલાની રુમના હૈંડલ પર પાર્ટનરનો હૈટ લગાવેલો હોય છે, જેથી કોઈ બીજા પુરુષ પ્રવેશ કરે નહીં. કેટલીક વાર વન-નાઈટ-સ્ટેન્ડ ગંભીર સંબંધ બની જાય છે અને કેટલીક વાર આજીવન સાથેના રુપમાં તબદિલ થાય છે.

લગ્ન નામની સંસ્થાને બચાવી રાખવાનું લક્ષ્ય ન હોવાથી અહીંયા સ્ત્રી-પુરુષ વચ્ચેનો સંબંધ ફક્ત પ્રેમ જ હોય છે. અહીંયા સામાન્ય બાબત છે કે મહિલાને ખબર નથી હોતી કે બાળકનો પિતા કોણ છે પરંતુ સમાજમાં આને લઈને કોઈ પ્રકારની રુઢીવાદી સોચ નથી. મૂસો મહિલાઓ કેટલાક ખાસ અવસરના જશ્ન નિમિત્તે બાળકના પિતાને બોલાવે છે. આ સમાજમાં પુરુષ પોતાની બહેનના બાળકો માટે અંકલ ની જવાબદારી નિભાવે છે.

‘મહિલાઓના સામ્રાજ્ય’ના નામથી ખ્યાતનામ આ ગામમાં ૪૦૦૦૦ લોકો રહે છે. અહીંયા મોટા ભાગના નિર્ણય મહિલાઓ લે છે. એ ઘરની આર્થિક સ્થિતિ સંભાળે છે અને સંપત્તિની માલિક હોય છે અને બાળકો પર પૂર્ણ અધિકાર હોય છે.

આ સમાજમાં જન્મલે સિંગાપુરની સફળ કોર્પોરેટ વકીલ ચૂ વાઈહોંગે કહ્યું કે, હું મારી આખી જિંદગી ફેમિનિસ્ટ રહી છું અને મૂસો એક એવી જગ્યા છે, જ્યાં મહિલાઓ સમાજનું કેન્દ્ર છે. આ પ્રેરણાદાયી છે. અહીંયાના પુરુષો સકારાત્મક છે.

Next Story