Connect Gujarat
દુનિયા

મેરી કોમને ઓલિમ્પિકમાં મળી શકે છે વાઇલ્ડકાર્ડ એન્ટ્રી

મેરી કોમને ઓલિમ્પિકમાં મળી શકે છે વાઇલ્ડકાર્ડ એન્ટ્રી
X

ભારતની જાણીતી મહિલા બોક્સર મેરી કોમ રિયો ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવે તેવી શક્યતાઓ ઉભી થઇ છે. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ સમર ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે વાઇલ્ડકાર્ડ ટિકિટનો ઉપયોગ કરી શકે છે.

ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે વર્લ્ડ ચેમ્પિયનશીપ દરમિયાન રિયો માટે પસંદ થવામાં નિષ્ફળ થયેલી મેરી કોમ માટે ભારતીય બોક્સિંગ ફેડરેશન વાઇલ્ડકાર્ડ મેળવવા અપીલ કરી શકે છે.

મેરી કોમ ભારતની પ્રથમ મહિલા છે જેણે બોક્સિંગમાં મેડલ મેળવ્યો હોય. તેણે 2012 લંડન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.

ભારતીય બોક્સિંગ ફેડરેશન AIBAને અપલી કરશે કે મેરીએ સ્પોર્ટસમાં આપેલા યોગદાન બદલ તેને રિયો ઓલિમ્પિકમાં પ્રવેશ આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે મેરી તેના ક્વોલિફાઇંગ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં જર્મનીની અઝીઝ નિમાની સામે હારી ગઇ હતી.

Next Story