Connect Gujarat
દેશ

મોદી સરકાર નક્કી કરશે હવે મોટી રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિ માટે થાળીમાં કેટલુ પીરસવું ભોજન

મોદી સરકાર નક્કી કરશે હવે મોટી રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિ માટે થાળીમાં કેટલુ પીરસવું  ભોજન
X

મોદી સરકાર હવે ટૂંક સમયમાં એક નવી જાહેરાત કરી શકે છે, જેમાં મોટી રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિ દીઠ થાળીમાં કેટલું ભોજન પીરસવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.

મોદી સરકારનો ઉદ્દેશ છે કે રેસ્ટોરન્ટમાં ભોજનનો થતો બગાડ અટકે અને વ્યક્તિ જેટલું ભોજન જમે એટલા રૂપિયા તે ચૂકવે, મોદી સરકાર આ નિયમ લાગુ કરતા પહેલા દેશભરમાં સર્વે કરીને તમામ પક્ષો પાસેથી જાણકારી મેળવશે, અને નિયમ લાગુ થયા પછી હોટેલના મેન્યુમાં ભોજન પીરસવામાં માટે માત્રા લખવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા અનુસારઆ નિયમ નાની હોટલો અને ઢાબા પર લાગુ નહીં પડે. રામવિલાસ પાસવાને જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે બધાનું ભોજન એક સમાન હોય છે, જેમાં અમુક લોકો ભાત વધારે ખાતા હોય છે તો કોઈ રોટલી વધારે ખાતા હોય, એમને જણાવ્યુ હતુ કે થાળીમાં પીરસવામાં આવતુ ભોજન વધારે બગાડના થાય અને જેટલુ વ્યકિત ભોજન કરે એટલા રૂપિયા તે ચૂકવે, જેથી અનાજમાં પણ નુકસાન નહીં થાય અને લોકોને પૈસાની પણ બચત થશે.

Next Story