Connect Gujarat
દેશ

યોગગુરુ બાબા રામદેવે કુસ્તીમાં બતાવ્યુ કૌવત

યોગગુરુ બાબા રામદેવે કુસ્તીમાં બતાવ્યુ કૌવત
X

યોગગુરુ બાબા રામદેવે દિલ્હી ખાતે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા કુસ્તીબાજ સાથે કુસ્તીના દાવ કાર્ય હતા, જેમાં પહેલવાનને તેઓએ ચિત્ત કરી દીધો હતો.

યોગગુરુ બાબા રામદેવ આમતો તેઓની યૌગિક ક્રિયાઓ થી દુનિયાભરમાં જાણીતા બન્યા છે પરંતુ હવે તેઓએ કુસ્તી ક્ષેત્રે પણ શ્રેષ્ઠ હોવાનો પુરાવો આપ્યો છે.દિલ્હી ના કે ડી જાધવ સ્ટેડિયમ માં આયોજિત પ્રો રેસલિંગ લીગમાં બાબા રામદેવ મહેમાન બન્યા હતા.આ પ્રસંગે તેઓએ કુસ્તીની એક મેચ રમવાની તૈયારી દર્શાવી હતી.

બાબા રામદેવ અને 2008ની ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા યુક્રેનના આન્દ્રે સ્ટેડનીક વચ્ચે કુસ્તીની એક ફ્રેન્ડલી મેચ રમાય હતી. જેમાં રામદેવે આન્દ્રેને 12-0 થી માત આપી હતી. કુસ્તીની આ રમત જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

બાબા રામદેવે કુસ્તીની રમત અગાઉ મેદાનમાં સૂર્યનમસ્કાર કર્યા હતા અને ત્યારબાદ હાથ ની મદદ થી ચાલવાના કરતબ પણ કર્યા હતા.

Next Story