Connect Gujarat
ગુજરાત

રંગીલા રાજકોટમાં રવિવારે યોજાશે મેરેથોન,મુખ્યપ્રધાન રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેશે

રંગીલા રાજકોટમાં રવિવારે યોજાશે મેરેથોન,મુખ્યપ્રધાન રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેશે
X

દોડ માટે શહેરના માર્ગો પર ટ્રાફિક અર્થે કાર્ય સૂચનો

રાજકોટમાં તારીખ 5મી ફેબ્રુઆરી રવિવારના રોજ મેરેથોન 2017નું આયોજન કરવામાં આવ્યુ છે.

જે દોડના કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક તેમજ વાહન વ્યવહારને લઈને અગત્યના ફેરફારો કરવામાં આવ્યા છે.

રવિવારે યોજાનાર 42 કિલોમીટરની મેરેથોન દોડ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહીને મેરેથોનનું ફ્લેગ ઓફ કરીને પ્રારંભ કરાવશે.મેરેથોન દોડને લઈને રાજકોટ વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા વાહન વ્યહાર માટે ડાયવર્ઝન સહિત ટ્રાફિકને લગતા સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટમાં યોજાનાર મેરેથોનને લઈને દોડના રૂટ પરના 9 રોડને બ્લોક કરવા ઉપરાંત રોડને ડાયવર્ટ પણ કરાયા છે.અને આ માર્ગો પર વાહનોની અવરજવર પાર પ્રતિબંધ ફરમાવવા માં આવ્યો છે.રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મેરથોન દોડનો પ્રારંભ થશે.

ક્યા રોડ પર વાહન ચલાવવા તેમજ પાર્કિગ કરવા પર રહેશે પ્રતિબંધ :-

  1. રેસકોર્ષ રીંગ રોડ
  2. કિશાનપરા ચોકથી લઈ કેકેવી ચોક
  3. કોટેચા ચોકથી હનુમાન મઢ્ઢી ચોક
  4. હનુમાન મઢ્ઢી ચોક થી રૈયા સર્કલ
  5. રૈયા ચોકડી થી 150 ફુટ રીંગ રોડ
  6. ઈન્દિરા સર્કલથી કોટેચા ચોક સુધીનો યુનિવર્સિટી રોડ
  7. જિલ્લા પંચાયત ચોકથી દસ્તુર માર્ગ સુધીનો યાજ્ઞીક રોડ
  8. ડો.યાજ્ઞીક રોડથી ટાગોર માર્ગ સુધીનો હોમી દસ્તુર માર્ગ
  9. નાના મૌવા સર્કલથી લઈ ભીમ ચોક સુધીનો માર્ગ
  10. નવા 150 ફુટ રીંગ રોડ આર.એમ.સી સ્ટોર વાયા કાલાવડ રોડ 150 ફુટ ચોકડી થઈ એસ.આર.પી ઘંટેશ્વર થઈ જામનગર રોડથી પરત આવતા માધાપર ચોકડી સુધી

મેરેથોન દોડ અંગે માહિતી આપતા રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે જણાવ્યુ હતુ કે દોડ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતા પગલા ભરવામાં આવ્યા છે.

શુ હશે વૈક્લિપક વ્યવ્સથા :-

રાજકોટ શહેરના હોસ્પિટલ ચોક, જયુબેલી તરફથી આવતા વાહનો ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોકથી હરિભાઈ હોલથી વિરાણી ચોક થઈ નાના મૌવા રોડ તેમજ અમિન માર્ગ તરફ જઈ શકશે. તો અમદાવાદ તરફથી આવતા લાઈટ વ્હિકલ તથા ટુ અને થ્રી વ્હિલર જામનગર રોડ, માધાપર ચોકડી થઈ 150 ફુટ રીંગ રોડ, રૈયા ચોકડી થઈ રૈયા રોડ તેમજ સાધુ વાસવાણી રોડ પર જઈ શકશે. પરંતુ અમદાવાદ તરફથી આવતા હેવી વ્હિકલ જેવા કે મોટા ટેન્કરો, ટ્રેલરને ગ્રિન લેન્ડ ચોકડીથી મોરબી ફાટક, બેડી ચોકડી થઈ મિતાણા થઈ નેકનામ પડધરી થી જામનગર તરફ નો માર્ગ સૂચિત કરવામાં આવ્યો છે.

Next Story