Connect Gujarat
ગુજરાત

રણજીતસાગર ડેમમાં જામનગરવાસીઓએ કર્યા નર્મદાનીરના વધામણાં  

રણજીતસાગર ડેમમાં જામનગરવાસીઓએ કર્યા નર્મદાનીરના વધામણાં   
X

જામનગર શહેર ના લોકો માટે પીવાના પાણી માટે જીવાદોરી સમાન રાજાશાહી સમય ના રણજીતસાગર ડેમ ને આજી ડેમ મારફત નર્મદા ના નિર થી ભરી દેવાના કાર્ય નું અનાવરણ ગત તારીખ 4 ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું આજે ફૂલ ફોર્સ સાથે કેનાલ મારફત પાણી રણજીતસાગર ડેમ પર આવી પહોંચતા જામનગર વાસીઓ આનંદ થી ઝૂમી ઉઠ્યા હતાં.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="86957,86958,86959,86960"]

નર્મદાના નીર થી જામનગર ના રણજીતસાગર ડેમને છલોછલ ભરી દેવાની સરકારની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ કાર્યનું અનાવરણ કરવામાં આવ્યું હતું આજી ડેમ મારફત રણજીતસાગર ડેમ સુધી માર્ગમાં આવતા ચેકડેમો ભરાઈ ગયા બાદ મોદી રાત્રી થી નર્મદા ના નીર નું રણજીતસાગર ડેમમાં આવી પહોંચ્યા હતાં હાલ કેનાલ મારફત ફૂલ ફોર્સ થી આવતા પાણી પરથી આગામી ચાર થી પાંચ દિવસ ની અંદર ડેમ ની સપાટી માં વધારો થશે રણજીતસાગર ડેમ જિલ્લા નો એક માત્ર ડેમ છે. જે મહાનગર પાલિકા નું માલિકી નો છે તેમ પાણી રાખવા કે છોડાવા માટે સિંચાઈ વિભાગ ની મંજૂરી ની જરૂર રહેતી નથી અને મહાનગર પાલિકા પાણી નો ઉપાડ કરવા સ્વતંત્ર છે તેમજ રાજવીઓની દીર્ઘ દ્રષ્ટિ થી રાજાશાહી સમય માં ઈજનેર કૌશલ્ય થી બનેલા આ ડેમ ની વિશેષતા એ છે કે કોઈપણ ગ્રેવિટી વગર સીધું પાણી જામનગર પમ્પહાઉસ ફિલ્ટરેશન પ્લાન્ટ સુધી પહોંચી જાય છે રણજીતસાગર સુધી નર્મદા ના નીર આવી પહોંચતા મહાનગર પાલિકા ના પદાધિકારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદાના નીર ના વધામણા કરવામાં આવ્યા હતાં

Next Story