Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં આરોગ્ય વિભાગના બેકરી શોપ પર દરોડા થી વેપારી આલમમાં ફફડાટ

રાજકોટમાં આરોગ્ય વિભાગના બેકરી શોપ પર દરોડા થી વેપારી આલમમાં ફફડાટ
X

રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા કેક શોપ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. શહેરની ચાર જેટલી કેક શોપમાં તપાસ કરવામાં આવતા ૪૦૦ કિલો જેટલા વાસી - અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. અને તેનો ઘટના સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

unnamed-13

રાજકોટ આરોગ્ય વિભાગની ટીમના ચેકિંગ દરમિયાન ' કભી...બી ' બેકરી માંથી કેક સ્પોન્જ ૨૨ કિલો સહિત કેકમાં વપરાશ થતી ચીજવસ્તુઓનો વાસી માલ મળી આવ્યો હતો. તેમજ કોટેચા ચોકમાં આવેલ ' બેક હાઉસ ' કેક શોપ માંથી અનહાઇજેનિક કંડીશનમાં રાખેલો કેક બનાવવાનો કાચો માલ તથા ૧૨૭ કિલો કેક સ્પોન્જ મળી આવ્યો હતો.

unnamed-14

તો પ્રાઇડ બેકરીમાંથી પફ, બ્રેડ વગેરે વાસી ચીજવસ્તુઓ મળી આવી હતી. આ ઉપરાંત ઇન્ડીયા બેકરી માંથી ૪૫ કિલો વાસી ક્રીમ, ૬૦ કિલો સ્પોન્જ ચોકલેટ, ૪૦ કિલો વાસી કેક, ૩૫ કિલો ખુલ્લી બ્રેડ વગેરે ચીજવસ્તુઓ મળી આવી હતી.

unnamed-15

Next Story