Connect Gujarat
ગુજરાત

રાજકોટ : અહો આશ્ચર્યમ દિકરીઓની સાથે મંડપ પણ ઘૂમે છે, જાણો કઈ રીતે બને છે શક્ય

રાજકોટ : અહો આશ્ચર્યમ દિકરીઓની સાથે મંડપ પણ ઘૂમે છે, જાણો કઈ રીતે બને છે શક્ય
X

હાલ દેશભરમા આદ્યશક્તિની આરાધાનાના પર્વની ઉજવણી ચાલી રહી છે. ત્યારે ખેલૈયાઓ પણ રાસની રમઝટ બોલાવી રહ્યા છે. આ મહોત્સવ દરમિયાન સૌ કોઈએ ગરબે ઘુમતી બાળાઓ વિશે સાંભળ્યુ હશે. ત્યારે તમને એવું કહેવામાં આવે કે બાળાઓ સાથે સાથે મંડપ પણ ગરબે ઘુમે છે. કદાચ આ વાત સાંભળીને વિશ્વાસ નહી આવે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવૈયા ગામે થતા પ્રાચીન ગરબીમાં આર્વાચીન ટેક્નોલોજીનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. વિવિધ રોશની થી સજજ આ મંડપ માત્ર મોવૈયા ગામમાં જ નહી પરંતુ સમગ્ર પડધરી તાલુકામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ મંડપની બીજી ખાસીયત એ છે કે દેશના કોઈ પણ ખુણેથી આ મંડપને ફરતો ચાલુ કરી શકાય છે. તેમજ ફરતો બંઘ પણ કરી શકાય છે. મંડપને ચાલુ કરવા માટે મોબાઈલમાં કોડ નાખવામાં આવે છે. આ અદભુત મંડપ જોઈને તમને થશે કે આ મંડપને તૈયાર કરવા માટે મોટા એન્જીનીયરોની મદદ લેવામાં આવી હશે. જો કે આ મંડપ અેક અભણ ખેડૂત દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ફરતો મંડપ જોવા લોકો દુર દુરથી આવે છે અને મંડપ જોઈને આશ્ચર્ય પામે છે

આ ગરબી માત્ર ફરતા મંડપને કારણે જ નહી પરંતુ અહિ રમાતા પ્રાચીન રાસને કારણે પણ લોકોમાં જાણીતી છે. બાળાઓ દ્વારા વિવિધ પ્રાચીન રાસો રજુ કરી ભારતની ભવ્ય સંસકૃતિની ઝાંખી કરવામાં આવે છે. સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા આ ગરબીનું સંચાલન કરવામાં આવે છે. આ નવદુર્ગા ગરબી છેલ્લા 25 વર્ષથી યોજોઈ છે. બાળોઓ નવરાત્રીમાં વિવિધ રાસો રજુ કરવા માટે એક મહિના જેટલો સમય સુધી બાળાઓ પ્રેક્ટિસ કરે છે. તેમની આ કળાની મદદથી વિવિધ પ્રાચીન ગરબા સથવારે અવનાવા રાસો રજૂ કરવામાં આવે છે.બાળાઓના આ રાસ જોવા માટે આવે છે.આ ગરબી સમગ્ર પડધરી તાલુકામાં અનોખી ઓળખ ધરાવે છે.

ટેક્નોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ સમાન્ય રીતે શહેરોમાં કરવામાં આવતો હોય છે. જો કે બદલાતા સમય સાથે સાથે ગામડાઓનું ચીત્ર પણ બદલાયું છે. હવે નાના ગામોમાં પણ ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વાતનું ઉતમ ઉદાહરણ પડધરી તાલુકાનું આ મોવૈયામાં જોવા મળે છે.

Next Story