Connect Gujarat
ગુજરાત

રાજકોટ: એક હાથમાં હેલ્મેટ અને બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ, ટ્રાફિકના નિયમો સામે અનોખો વિરોધ

રાજકોટ: એક હાથમાં હેલ્મેટ અને બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ, ટ્રાફિકના નિયમો સામે અનોખો વિરોધ
X

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં પહેલી નવેમ્બરથી હેલ્મેટના કાયદાની અમલવારી શરૂ

થઇ છે, ત્યારે જો કોઈ વાહનચાલક હેલ્મેટના કાયદાનો ભંગ કરે તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, ત્યારે હેલ્મેટના આ કાયદાથી સામાન્ય જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં એક વાહનચાલકે અનોખી રીતે હેલ્મેટના કાયદાનો

વિરોધ નોંધાવ્યો હતો.રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં નવા ટ્રાફિકના નિયમોની અમલવારી

શરૂ થઈ ચૂકી છે. નવા ટ્રાફિકના નિયમોમાં હેલ્મેટના કાયદાનો પણ સમાવેશ કરવામાં

આવ્યો છે, હેલ્મેટ ન પહેરનારને રૂપિયા 500નો દંડ ફટકારવામાં

આવતા ઠેર ઠેર હેલ્મેટના

કાયદાનો વિરોધ જોવા મળી

રહ્યો છે.

રાજકોટ શહેરમાં અહિંસાના માર્ગ પર ચાલીને

પી.ડી.જાડેજા નામના યુવકે

હેલ્મેટના કાયદાનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. પી.ડી.જાડેજા એક હાથમાં હેલ્મેટ અને બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને 14 કિલોમીટર સુધી રસ્તા પર પગપાળા ચાલે છે. વિવિધ સૂત્રો લખેલ સંદેશા ગળામાં ટીંગાળીને વિરોધ પ્રદર્શન કરે છે. પીયુસીને તેમણે

પ્બલિકને ઉલ્લું બનાવવાનું સર્ટિફિકેટ ક્હ્યું છે.

પી.ડી.જાડેજા એ કનેક્ટ ગુજરાત

સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિરોધ હેલ્મેટ, પીયુસી અમલીકરણના ભાગરૂપે છે. સરકાર રોડ રસ્તાઓની સુવિધાઓ પૂરી પાડતી નથી અને

નિયમો બનાવીને ઉઘાડી લૂંટ ચલાવી જનતાને છેતરે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, લોકો

સરકારનો વિરોધ કરતાં ડરે છે. પરંતુ મને સરકારનો ડર નથી. પી.ડી.જાડેજાના શાંતિ ભર્યા આ વિરોધને જાહેર જનતા તરફથી પણ સહકાર મળી રહ્યો

છે. તે જે વિસ્તારમાં જાય છે તે વિસ્તારના લોકો તેમની સાથે સેલ્ફી પણ પડાવે છે

Next Story