Connect Gujarat
ગુજરાત

રાજકોટ પોલીસની એપ્લિકેશન આરોપીઓ સુધી પહોંચવા માટે કડીરૂપ બની

રાજકોટ પોલીસની એપ્લિકેશન આરોપીઓ સુધી પહોંચવા માટે કડીરૂપ બની
X

એક સમય હતો જ્યારે રંગીલુ ગણાતુ શહેર રાજકોટ હવે રક્તરંજીત બની ચૂક્યુ છે. તો બીજી તરફ ગુનાખોરીને ડામવા પોલીસ હવે હાઈટેક બની છે.

રાજકોટ પોલીસે નિર્ભય સવારી અને અશોકા નામનાં સોફટવેર બનાવ્યા છે. જોકે નવાઈનો વાત તો એ છે કે આ સોફટવેર એક 22 વર્ષિય યુવાને પોલીસ કમિશનર કચેરીમાં કામ કરતા કરતા બનાવ્યા છે.

એક સમય હતો જ્યારે પોલીસ માત્ર પોતાના બાતમી દારોની બાતમીનાં આધારે જ ગુનેગારોને પકડતી હતી. પંરતુ એ સમય હવે નથી રહ્યો. આજના સમયમાં પોલીસ હવે સાયબર ટેકનોલોજીની મદદથી ગુનેગારોને પકડતી થઈ ગઈ છે. ત્યારે રાજકોટની પોલીસ કમિશનર કચેરી ખાતે ડિસીપી ઝોન 2 કરણરાજ વાઘેલા સાથે કામ કરતા 22 વર્ષિય યુવાન અર્જુને એક પીએસઆઈની મદદથી અશોકા નામનું સોફટવેર બનાવ્યુ છે.

કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં અર્જુન લાવડિયાએ જણાવ્યુ હતુ કે પોતે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનનો અભ્યાસ કર્યો છે. તો સાથો સાથ પોતે પહેલે થી જ સાયબર ટેકનોલોજીમાં રૂચી ધરાવતો હોવાથી તેણે આ પ્રકારનું સોફટવેર બનાવ્યુ છે.

સોફ્ટવેરની વિશેષતા કંઈક આ પ્રમાણે છે.

  • વ્યક્તિનાં નામ પરથી તેની માહિતી મેળવી શકાય છે
  • વ્યક્તિનાં ફોન નંબર પરથી તેની માહિતી મેળવી શકાય છે
  • વ્યક્તિનાં સેલ આઈડી પરથી તેની માહિતી મેળવી શકાય છે
  • વ્યક્તિનાં વોટર આઈડી કાર્ડ થી તેની માહિતી મેળવી શકાય છે

અશોકા એક એન્ડ્રોઈડ બેઈઝ એપ્લિકેશન છે જેની મદદથી કોઈ પણ વ્યક્તિનાં નામ અને નંબર દ્વારા તે વ્યક્તિની માહિતી ગણતરીની સેકન્ડમાં મળી જાય છે. તો સાથો સાથ વ્યક્તિ જે સેલ નો ઉપયોગ કરે છે તે સેલ આઈડીની મદદથી તે ક્યાં મોબાઈલ ટાવરનો ઉપયોગ કરી રહ્યો છે તે તેમજ તેના હાલનુ લોકેશન પણ જાણી શકાય છે. તેમજ તેના વોટર આઈડી પરથી માત્ર તેની જ નહી પંરતુ તેના પરિવારની માહિતી પણ મેળવીશકાય છે.

# છેલ્લા બે વર્ષમાં 5084 રાજકોટમાં ગુનાહિત કૃત્યો થયા

હાલમાં જ વિધાનસભા ગૃહમાં અમદાવાદનાં ધારાસભ્ય ગ્યાસુદિન શેખ દ્વારા પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં રાજકોટમાં કેટલા ગુનાહિત કૃત્યો થયા છે. જેના જવાબમાં ગૃહપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે છેલ્લા 2 વર્ષમાં 5084 ગુનાહિત કૃત્યો થયા છે. જે ગુનાનાં કામે પોલીસે 1919 આરોપીઓની ધરપકડ કરી છે. તો બીજી તરફ 167 લોકો હજુ નાસતા ફરે છે. તો સાથો સાથ નોંધાયેલ ગુના પૈકીનાં 30 ટકા ગુના વણઉકેલ રહ્યા હોવાનુ ગૃહપ્રધાન પ્રદિપ સિંહે જણાવ્યુ હતુ.

આમ, રાજકોટમાં એક તરફ થી ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે. તો તેની સામે હવે પોલીસે પણ સાયબર ટેકનોલોજીનાં ઉપયોગ થી ગુનેગારોને દબોચી લેવા માટેની કાર્યવાહી શરુ કરી છે.

જ્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નિર્ભય સવારી નામનો એક પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. જે હાલની તકે પણ શરૂ છે. આ પ્રોજેકટ અંતર્ગત શહેરમાં ફરતી તમામ ઓટો રિક્ષાની નોંધણી કરાવવાની રહે છે.

જેમાં રિક્ષાનાં નંબર, તેના ચેસીસ નંબર ડ્રાઈવરનું નામ નંબર, રિક્ષાનાં માલિકનું નામ નંબર નોંધાવવાનું રહે છે. તો સાથો સાથ રિક્ષાની અંદરનાં ભાગમાં તેમજ પાછળનાં ભાગમાં આ જ પ્રકારની માહિતી દર્શાવતી પ્લેટ પણ લગાડવાની રહે છે. જેથી કોઈ મુસાફર જ્યારે રિક્ષામાં બેસે ત્યારે તે નંબર તે નોંધી શકે. ત્યારે આ તમામ પ્રકારનો ડેટા રાજકોટ શહેર પોલીસ દ્વારા સાચવવા માટે નિર્ભય સવારી નામની મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જે એપ્લિકેશનનો ઉપયોગ રાજકોટ શહેરનાં પોલીસ અધિકારીઓ કરી શકે છે. તો અત્યાર સુધીમાં ઘણા આરોપીઓ નિર્ભય સવારી પ્રોજેકટ અમલમાં આવવા થી જેલનાં સળીયા ગણતા થયા છે.

Next Story